કરજણ તાલુકાના મેસરાડમાંથી 11 જુગારી ઝડપાયા - જુગારી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કરજણ તાલુકાના મેસરાડ ગામે જુગાર રમતા 11 શખ્સોને કરજણ પોલીસે ઝડપી લીધા હતા. કરજણના મેસરાડ ગામે તળાવની પાળ પાસે ઈકબાલ ઉર્ફે ભીખા વલીના મકાનમાં 11 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ 28230 રૂપિયા, 3 મોટરસાઇકલ, 9 મોબાઈલ સહિત 1 લાખ 24 હજાર 230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગાર સાથે જાહેરનામાના ભંગ કરવાનો ગુનો પણ કરજણ પોલીસે નોંધ્યો છે.