તાપી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી ભગવો લહેરાવ્યો છે. ભાજપે સત્તા હાંસલ કરતા ઉમેદવારોના સમર્થકોએ ડીજે અને ફટાકડા ફોડતા જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે થયેલ ચૂંટણીમાં ભાજપના ફાળે 26 બેઠક ગઈ, જ્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠક ગઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ : સોનગઢ નગરપાલિકાના કુલ સાત વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી તમામ વોર્ડની સીટોમાં વિજેતા થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 6 ની બે સીટ પર ભારતીય કોંગ્રેસને સફળતા મળી હતી. નોંધનીય છે કે, ચૂંટણી પહેલા જ વોર્ડ નંબર 6 ની 2 સીટ પર ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા હતા.
તાપીમાં ભાજપનો ભવ્ય વિજય (ETV Bharat Gujarat)
છેલ્લે છેલ્લે કોંગ્રેસનું ખાતું ખુલ્યું : 12 વાગ્યા સુધીમાં સોનગઢ નગરપાલિકાના તમામ 7 વોર્ડના પરિણામો માટે ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે છેલ્લે છેલ્લે ખાતું ખોલાવતા કોંગ્રેસ બેડામાં આંશિક રાહત જોવા મળી હતી. કુલ 28 પૈકી બે બેઠક કોંગ્રેસના ફાળે આવતા વિપક્ષની ભૂમિકા નક્કી થઈ છે. હાલ ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ એકબીજાનું મીઠું મોઢું કરાવીને જીતની ઉજવણી કરી હતી.

તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પરિણામ : નિઝર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કુલ 2 સીટો હતી, જેમાં સરવાળાની એક બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. જ્યારે શાલે-2 ની સીટ પર ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારનો વિજય થયો હતો. કુકરમુંડા તાલુકા પંચાયતની કુલ એક સીટ માટે ફૂલવાડી-2 માં ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા.