દુબઈ: ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પોતાની પહેલી મેચમાં, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા તોહીદ હૃદયોયની સદીની મદદથી 49.4 ઓવરમાં 228 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા ભારતે શુભમન ગિલની શાનદાર સદીના કારણે 46.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 231 રન બનાવીને વિજય મેળવ્યો.
A fighting century from Shubman Gill helps India begin their #ChampionsTrophy campaign with a win 👏#BANvIND 📝: https://t.co/YrDJCV7R6G pic.twitter.com/xzVJ0niQ0J
— ICC (@ICC) February 20, 2025
રોહિત શર્માએ 11, 000 રન પૂરા કર્યા:
અમદાવાદમાં રોહિત જે રેકોર્ડ ન બનાવી શક્યો તેણે તે દુબઈમાં પૂરો કરી લીધો. ભારતીય ટીમના કેપ્ટન રોટ શર્માએ વનડેમાં સૌથી ઝડપી 11,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. કોહલીએ તેની 222મી ઇનિંગમાં 11,000 રનનો આંકડો પાર કર્યો હતો. આ સિદ્ધિ મેળવવા માટે રોહિતને 259 ઇનિંગ્સ રમવાની હતી. રોહિતને આ રેકોર્ડ બનવવા માટે માત્ર 13 રનની જરૂર હતી, જે આજે તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ પૂરો કરી લીધો છે.
Shubman Gill kicks off his #ChampionsTrophy campaign with a bang 💥#BANvIND ✍️: https://t.co/zafQJUBu9o pic.twitter.com/iw0weSBilG
— ICC (@ICC) February 20, 2025
ઐયર અને અક્ષર સસ્તામાં પાછા ફર્યા:
વિરાટ કોહલી બાદ શ્રેયસ ઐય્યર 17 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 15 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તે મુસ્તફિઝુર રહેમાનના બોલ પર નઝમુલ હુસૈન શાંતોના હાથે કેચ આઉટ થયો. અક્ષર પટેલ ખાસ કંઈ કરી શક્યો નહીં અને 12 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 8 રન બનાવીને રિયાધ હુસૈનના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો.
For his magnificent unbeaten 1️⃣0️⃣1️⃣, Shubman Gill is the Player of the Match 👏🏆#TeamIndia win #BANvIND and register 2 points 👌
— BCCI (@BCCI) February 20, 2025
Scorecard ▶️ https://t.co/ggnxmdG0VK#ChampionsTrophy | @ShubmanGill pic.twitter.com/ID5C8S2z1U
શુભમન ગિલેની ફરી શાનદાર સદી:
આ પછી, કેએલ રાહુલ ક્રીઝ પર આવ્યો અને શુભમન ગિલને ટેકો આપ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 87 રનની અણનમ ભાગીદારી કરી અને ભારતને 6 વિકેટથી વિજય અપાવ્યો. ભારત તરફથી શુભમન ગિલે 125 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂર્ણ કરી. ગિલની આંતરરાષ્ટ્રીય વનડે કારકિર્દીમાં આ 8મી સદી છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. તેણે 101 રનની અણનમ ઇનિંગ રમી. કેએલ રાહુલે 47 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રનની અણનમ ઇનિંગ રમી. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 2 વિકેટ અને તંજીમ હસન સાકિબ અને મુસ્તફિઝુર રહેમાને 1-1 વિકેટ લીધી.
He is BACK and HOW 🤩
— BCCI (@BCCI) February 20, 2025
𝗙𝗜𝗙𝗘𝗥 for Mohd. Shami against Bangladesh!
Follow the Match ▶️ https://t.co/ggnxmdG0VK#TeamIndia | #BANvIND | #ChampionsTrophy | @MdShami11 pic.twitter.com/sX0dT9cCbp
મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી:
અગાઉ, બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી કારણ કે સૌમ્ય સરકાર અને નઝમુલ હસન શાંતો બંને 0 ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાને 2-2 વિકેટ ગુમાવી દીધી. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર 35/5 હતો. જાકર અલીએ 114 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી. આ સાથે, તોહીદ હૃદયે 114 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી પૂર્ણ કરી. આ મદદથી બાંગ્લાદેશે 228 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી. શમીએ 10 ઓવરમાં 53 રન આપીને 4 વિકેટ લીધી. તેણે સૌમ્ય સરકારને 0, મહેદી હસન મિરાઝને 5, જાકેર અલીને 68, તંજીમ હસન સાકિબને 8, તસ્કિન અહેમદને 3 રને આઉટ કર્યા.
આ પણ વાંચો: