જુનાગઢ: કેશોદના નિવૃત્ત પ્રોફેસર ડો. નાથાલાલ ગોહિલને રાજ્યનો પ્રતિષ્ઠિત એવો ભીમ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નિવૃત પ્રોફેસર ડો. નાથાલાલ ગોહિલ દ્વારા કરવામાં આવેલી સાહિત્યની સફર પુસ્તક લેખન અને તેમના દ્વારા કરવામાં આવેલી સમીક્ષાઓને ધ્યાને રાખી હતી. રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડોક્ટર આંબેડકર ચેર અંતર્ગત રાજ્યનો ભીમ રત્ન એવોર્ડ આપીને ડો. નાથાલાલ ગોહિલને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
દલિત લેખકને ભીમ રત્ન એવોર્ડ: કેશોદની એન. પી. આર્ટસ અને કોમર્સ કોલેજમાં 40 વર્ષ સુધી અધ્યાપક તરીકેની સેવા આપીને નિવૃત્ત થયેલા લેખક ડો. નાથાલાલ ગોહિલને પ્રતિષ્ઠિત ભીમ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડો. બાબા સાહેબ આંબેડકર ચેર કાર્યક્રમ અંતર્ગત ભીમ રત્ન એવોર્ડ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંશોધક, સમીક્ષક અને લેખક: 40 વર્ષના અધ્યાપન અનુભવ દરમિયાન ડો નાથાલાલ ગોહિલે સંત સાહિત્ય, લોક સાહિત્ય, દલિત સાહિત્ય અને ડો. આંબેડકર સાહિત્યના સંશોધક, લેખક અને સમીક્ષક તરીકે ખૂબ લાંબા સમય સુધી અને સફળતાપૂર્વક સેવાઓ આપી હતી. જેને ધ્યાને રાખીને રાજ્યની સરકારે ડો. નાથાલાલ ગોહિલને ભીમ રત્ન એવોર્ડ આપીને તેમના અધ્યયનની સાથે તેમના દ્વારા લખવામાં આવેલા પુસ્તકોને પણ સન્માનિત કર્યા હતા.
ગાંધી વિચારધારા સાથે વિદ્યાપીઠમાં કર્યો અભ્યાસ: ડો. નાથાલાલ ગોહિલે ગાંધી વિચારધારા સાથે સંકળાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને કેશોદની એન. પી. આર્ટસ અને કોમર્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ કરી હતી. તેમના દ્વારા અત્યાર સુધીમાં 55 જેટલા પુસ્તકો લખવામાં આવ્યા છે. જે પૈકીના 11 પુસ્તકોને વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા એવોર્ડ આપીને પ્રમાણિત પણ કરવામાં આવ્યા છે.

25 વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી: લખેલ ગ્રંથ ભારત રત્ન ભીમરાવ આંબેડકરને સર્વ શ્રેષ્ઠ ગ્રંથનો એવોર્ડ આપીને પણ સરકારે સન્માનિત કર્યા હતા. તેમના અધ્યયન કાળ દરમિયાન કોલેજના 25 જેટલા વિદ્યાર્થીઓએ ડોક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી છે. રાજ્યની સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ તેમને ભીમ રત્ન એવોર્ડ આપવાની સાથે 25,000નું રોકડ ઇનામ આપીને તેમના દ્વારા સાહિત્યમાં કરવામાં આવેલા ખેડાણને પ્રોત્સાહિત કરીને ડો. નાથાલાલ ગોહિલને ભીમ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો: