અંબાજી પંથકમાં છેલ્લા બે દિવસથી રાત્રીના સમયે વરસાદ, લોકોને હાલાકી
🎬 Watch Now: Feature Video
અંબાજી : હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ દિલ ખોલીને વરસી રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રીના સમયે વરસાદ વરસતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક સોસાયટીઓમાં રસ્તાના ધોવાણ થયા છે, તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. એક તરફ કોરોનાની મહામારીનો ભય છે. ત્યાં પાણી ભરાયેલા વિસ્તારવાળા લોકોને પાણીજન્ય રોગનો ભય સતાવી રહ્યો છે. અંબાજીની આઠ નંબરની સોસાયટીમાં ભરાયેલા પાણીને પગલે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સામે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રવિવારે રોષે ભરાયેલા લોકો અંબાજીના ઉપસરપંચને ઘટના સ્થળે લાવી પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. જેને લઈ ઉપસરપંચએ આ પાણીનો પ્રશ્ન ચારથી પાંચ દિવસમાં હલ કરી દેવાની ખાત્રી આપી હતી.
Last Updated : Aug 23, 2020, 6:02 PM IST