ETV Bharat / state

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદક તુલા, સ્ટેજ પર સન્માનથી સર્જાયો વિવાદ - MORABI NEWS

મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં આજે જયસુખભાઈ પટેલની મોદક તુલના કરવામાં આવી હતી.

કડવા પાટીદાર આયોજિત ધાર્મિક મહોત્સવ
કડવા પાટીદાર આયોજિત ધાર્મિક મહોત્સવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 10:32 PM IST

મોરબી: મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા સમાજ કલ્યાણ હેતુ માટે શાળા-કોલેજો શરુ કરવામાં આવી છે, તે ઉપરાંત અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો પણ કરતા રહે છે. તાજેતારમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા ઉમા સંસ્કારધામ આયોજિત "આવ્યો માં નો રૂડો અવસર" ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સ્ટેજ પર સન્માન કરાયું હતું.

જયસુખભાઈ પટેલની મોદક તુલના: જે ત્રણ દિવસના મહોત્સવમાં લોકાપર્ણ સમારોહ, સામાજિક સંમેલન, દાતા સન્માન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે પ્રસંગે અજંતા ઓરેવા અને ઓરપેટ ઉદ્યોગ ગ્રુપે મોરબીનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. જે હજારો દીકરીઓને રોજગારી આપે છે. એવા જયસુખભાઈ પટેલની મોદક તુલના કરવામાં આવી હતી. એ મોદક તુલાનો લાડુ મહા પ્રસાદ માં ઉમિયાજીના ચરણે ધરી 60,000 બોક્સમાં ભરી 60,000 કડવા પાટીદાર પરિવારમાં પહોંચાડવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.

કડવા પાટીદાર આયોજિત ધાર્મિક મહોત્સવ (Etv Bharat Gujarat)

ઝૂલતો પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી: ઉલ્લેખનીય છે કે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ અને તેમનો પરિવાર વર્ષોથી સામાજિક કાર્યોમાં ઉદાર હાથે દાન આપતા હોય છે, જેથી ઠેર ઠેર તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવતું હોય છે. પરંતુ આ સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે જયસુખ પટેલ મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી છે. જે કેસ હજુ અન્ડર ટ્રાયલ છે અને કોર્ટમાંથી તેઓનો નિર્દોષ છુટકારો થયો નથી. ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 બાળકો, મહિલાઓ સહીત નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. ત્યારે સ્ટેજ પરથી તેમની મોદક તુલા કરવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો:

  1. સોમનાથ: કોળી સમાજની જગ્યાને દૂર કરવાના મામલામાં વિમલ ચુડાસમાનો વિરોધ
  2. વલસાડઃ ટ્યુશન જઈ રહેલી 19 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મૃત્યુ, PM માં ચોંકાવનારો ખુલાસો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.