નવી દિલ્હી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની વર્તમાન ચેમ્પિયન પાકિસ્તાનના હાથમાં છે. આ ટુર્નામેન્ટ 8 વર્ષ માટે પરત ફરી રહી છે અને આગામી એડિશનમાં 8 ટીમો ભાગ લેશે અને કુલ 15 મેચો રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની શરુઆત 1998 માં બાંગ્લાદેશમાં થઈ હતી અને દક્ષિણ આફ્રિકા વિજેતા થયુ હતું. ભારત અને શ્રીલંકા 2002માં સંયુક્ત વિજેતા થયા હતા. વેસ્ટ ઈન્ડિઝ (2004), ઓસ્ટ્રેલિયા (2006 અને 2009), ભારત (2013) એ પણ ખિતાબ કબજે કર્યો. પાકિસ્તાને તેને 2017માં જીત્યું હતું, જ્યારે ટૂર્નામેન્ટ છેલ્લે યોજાઈ હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમો અને ગ્રુપ
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ
ગ્રુપ B: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્યારે શરૂ થશે: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની મેચ સાથે શરૂ થશે? પ્રથમ સેમિફાઇનલ 4 માર્ચે દુબઈમાં અને બીજી 5 માર્ચે લાહોરમાં રમાશે. ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે, જેમાં સંભવિત સ્થળો દુબઈ અને લાહોર છે, જેનો આધાર ભારત ફાઇનલમાં પહોંચશે તેના પર છે. ભારતે પાકિસ્તાનમાં ન રમવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાઈ રહી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની તમામ 8 ટીમો: ભારત અને પાકિસ્તાન એવી બે ટીમો છે જેણે હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેમની ટીમની જાહેરાત કરી નથી. ઓસ્ટ્રેલિયાએ સોમવારે આ મોટી ટૂર્નામેન્ટ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાં 6 ટીમોએ તેમની પ્રોવિઝનલ ટીમો જાહેર કરી છે.
ગ્રુપ A:
ભારતીય ટીમ: હજુ ઘોષણા કરવાની બાકી છે.
પાકિસ્તાની ટીમ: હજુ ઘોષણા કરવાની બાકી છે.
Ready for Pakistan and UAE 🏏 #ChampionsTrophy pic.twitter.com/Q4tbhqm0xi
— BLACKCAPS (@BLACKCAPS) January 11, 2025
ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન , વિલ યંગ.
Bangladesh Squad for ICC Men’s Champions Trophy 2025#BCB #Cricket #ChampionsTrophy #Bangladesh pic.twitter.com/GtO9UtNihp
— Bangladesh Cricket (@BCBtigers) January 12, 2025
બાંગ્લાદેશની ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્ય સરકાર, તંજીદ હસન, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, એમડી મહમૂદ ઉલ્લાહ, ઝેકર અલી અનિક, મેહદી હસન મિરાજ, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઈમોન, નસુમ અહેમદ. તનઝીમ હસન સાકિબ, નાહીદ રાણા.
ગ્રુપ B:
ઈંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ .
ENGLAND'S SQUAD FOR CHAMPIONS TROPHY 2025:
— Tanuj Singh (@ImTanujSingh) December 22, 2024
Buttler (C), Archer, Jacob Bethel, Brook, Atkinson, Root, Carse, Duckett, Overton, Smith, Livingstone, Rashid, Mahmood, Salt, Wood. pic.twitter.com/bk0gPKH35M
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઈબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, ઈકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવિદ મલિક.
Happy with our 15-member #AfghanAtalan lineup for the ICC Champions Trophy!? 🤩🏆#ChampionsTrophy 🔗: https://t.co/uZfvLZ8U8D pic.twitter.com/7bmUJuzHFb
— Afghanistan Cricket Board (@ACBofficials) January 12, 2025
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા .
Our preliminary squad for the 2025 @ICC #ChampionsTrophy is here 🔥 pic.twitter.com/LK8T2wZwDr
— Cricket Australia (@CricketAus) January 13, 2025
🚨SQUAD ANNOUNCEMENT🚨
— Proteas Men (@ProteasMenCSA) January 13, 2025
White-ball head coach Rob Walter has today announced a 15-member squad for the ICC Champions Trophy 2025, which will be played in Pakistan from 19 February – 09 March.
One-Day International captain Temba Bavuma will lead the full-strength squad, which… pic.twitter.com/Bzt0rqjveG
દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, માર્કો જેન્સન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, એનરિચ નોર્ટજે, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબરેઝ શમ્સી, સેન્ટ ટ્રિસ્તાન, રાસી વૈન ડેર ડુસેન.
આ પણ વાંચો: