ETV Bharat / state

મકરસંક્રાંતિ: સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે, વેપારી-નોકરીયાત માટે આખું વર્ષ કેવું રહેશે? - MAKARSANKRANTI 2025

આજથી ધનારક સમય પૂર્ણ થતા ઉતરાયણ થઈ છે. પાછલા એક મહિના સુધી સૂર્ય ધન રાશિમાં હોવાને કારણે તે નબળો પડેલો જોવા મળતો હતો.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 14, 2025, 6:05 AM IST

જૂનાગઢ: આજથી ધનારક સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે અને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ શરૂ થઈ રહ્યું છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ બળવાન બનતો જોવા મળશે, જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન વેપાર-ઉદ્યોગ, વિદ્યાર્થી, નોકરી, રાજકીય, નાણાકીય વ્યવસ્થા, સોમાસુ અને કૃષિ પાકોને લઈને સમગ્ર વર્ષનું ફળ અને તેની સંભાવનાઓ જ્યોતિષાચાર્ય નરેન્દ્ર ભાઈ વ્યાસે પંચાંગને આધારે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

આજથી ઉતરાયણ એટલે કે સૂર્ય મકર રાશિમાં કરશે પ્રવેશ
આજથી ધનારક સમય પૂર્ણ થતા ઉતરાયણ શરૂ થઈ છે. પાછલા એક મહિના સુધી સૂર્ય ધન રાશિમાં હોવાને કારણે તે નબળો પડેલો જોવા મળતો હતો. પરંતુ આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ તે મજબૂત બનશે. આજથી પુર્નવસુ નક્ષત્રમાં ફેરફાર થઈ રહ્યો છે. પૂર્વ દિશાથી શરૂ થઈ અને પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે. આ સમય દરમિયાન તેનું વાહન વાઘ છે અને દક્ષિણ તરફની દિશા પર મુખ જોવા મળે છે, હાથમાં ગદા અને કન્યાનું રૂપ ધારણ કરેલ પીળા વસ્ત્રો અને કેસરનું તિલકની સાથે કુમારીકા અવસ્થામાં આ નક્ષત્ર આગળ વધી રહ્યું છે. હાથમાં પ્રસાદ તરીકે દૂધપાક જોવા મળે છે. જેના પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેને લઈને જ્યોતિષાચાર્ય નરેન્દ્રભાઈ વ્યાસે ETV Bharat સમક્ષ સંભાવનાઓ વ્યક્ત કરી છે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે (ETV Bharat Gujarat)

સફેદ અને પીળી વસ્તુ થઈ શકે મોંઘી
આજથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેને કારણે હિન્દુ પંચાંગ મુજબ સફેદ અને પીળી વસ્તુ મોંઘી બની શકે છે. જેમાં દૂધ અને પીળા કલરની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરિયાઈ મોતીની અછત સર્જાઈ શકે છે, જેને કારણે તેના ભાવ વધી શકે છે. સંક્રાંતિ કાળમાં સ્વગ્રહી શનિ હોવાને કારણે તેમજ ભાગ્યેશ બુધ હોવાથી રાજકીય લોકો આવનારા સમયમાં સ્વાર્થી બનતા જોવા મળશે. જેને કારણે રાજકારણમાં ઉથલપાથલની સ્થિતિનું સર્જન થઈ શકે છે. જેને કારણે નાના વર્ગના લોકોને આ સમય દરમિયાન મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડી શકે છે તેવી શક્યતાઓ હિન્દુ પંચાંગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષના રાજા સૂર્ય હોવાને કારણે ધાન્ય, ફળ, ફૂલના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. જેથી આવનારા સમયમાં તેના બજાર ભાવોમાં વધારો થઈ શકે છે. વધુમા આ વર્ષ બાગાયત અને કૃષિ ક્ષેત્ર માટે જો કોઈ વિશેષ આયોજન થાય તો તેમાં હકારાત્મક પરિણામ પણ અપાવી શકે છે.

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ખેડૂતોને ફળશે (ETV Bharat Gujarat)

નોકરિયાત વર્ગ માટે મુશ્કેલ અને મોંઘવારી વાળું વર્ષ
સંક્રાંતિ કાળમાં પંચાંગ મુજબની શક્યતાઓ જોવાઈ રહી છે તે મુજબ આ વર્ષ નોકરીયાત વર્ગ માટે થોડું મુશ્કેલ બની શકે છે. જેને કારણે મોંઘવારી વધતી જોવા મળી શકે છે. આ વર્ષ ખંડ વૃષ્ટિ વાળું હોવાને કારણે ચોમાસાના વરસાદમાં ઉતાર ચઢાવ પણ જોવા મળે છે. પરંતુ આ સમય દરમિયાન પાકોને અનુકૂળ વાતાવરણ મળી શકે છે, જે ધાન્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. જેમાં શેરડી, ઘઉં, ચણા, ડાંગર, જવ જેવા પાકો માટે આવનારું વર્ષ સારું માનવામાં આવે છે. જો વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો સુચારુ ઉપયોગ થાય તો કૃષિ પાકો માટે આગામી વર્ષ ખૂબ સારું રહેવાની શક્યતા છે.

કલા ક્ષેત્ર માટે નવીન શક્યતા
આ વર્ષમાં શુક્રની ગતિવિધિ જોવા મળી શકે છે. જેને કારણે કલા ક્ષેત્ર સાથે કંઈક નવીન ઘટના ઘટી શકે છે. વધુમાં આ સમય દરમિયાન પશુપાલન ક્ષેત્રે કાળજી રાખવામાં આવે તો પશુપાલન ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા પશુપાલકો માટે આ વર્ષ ખૂબ સારું ફળ આપનાર સાબિત થઈ શકે છે. પશુપાલનની સાથે જોડાયેલા ડેરી ઉદ્યોગ અને ડેરી પ્રોડક્ટ માટે પણ આ વર્ષ સારું રહેવાની શક્યતા જોવાઈ રહી છે.

નાણાકીય સ્થિતિ માટે મધ્યમ
આ વર્ષ આર્થિક સ્થિતિ માટે મધ્યમ ફળદાયી હોવાનું જોવા મળે છે. વર્ષમાં નાણાકીય સંસ્થામાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતા પણ જોવાઈ રહી છે. વધુમાં નાણા ક્ષેત્ર સાથે જોડાયેલા શેર બજારમાં પણ કોઈ મોટા કે આકસ્મિક ફેરફારો જોવા મળી શકે છે. આ વર્ષ દરમિયાન અધિકારી અને પદાધિકારી વચ્ચે ખટરાગ કે અંતર વધવાની શક્યતા પણ વર્ષ દરમિયાન જાણવા મળે છે જેને કારણે નાના વર્ગને તકલીફ ઊભી થઈ શકે છે. આ સમય દરમિયાન આવક કરતા જાવક વધવાની સ્થિતિ સામે આવી શકે છે, વધુમાં આ વર્ષ રમતગમત કે કલા ક્ષેત્રમાં નવા અભિગમ સાથે કોઈ ફેરફાર પણ થઈ શકે છે.

વ્યાપાર અને શિક્ષણમાં નવા ફેરફાર
આ વર્ષ વ્યાપાર અને શિક્ષણ માટે નવા ફેરફારો વાળું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. શિક્ષણ સાથે સંકળાયેલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉત્તમ ફળદાયી હોવાનું પણ જોવા મળે છે. કૃષિ વિશ્વવિદ્યાલયો માટે ફેરફાર સાથેનું આ નવું વર્ષ સારું હોવાની શક્યતા વ્યક્ત થાય છે. મશીનરી ઉદ્યોગ સાથે જોડાયેલા નાના એકમોને આ વર્ષ કેટલીક મુશ્કેલી ઊભી કરતું પણ જોવા મળશે. વધુમાં આ વર્ષ દરમિયાન ચોરી કે વય મનસ્યની ઘટનાઓ આકસ્મિક વધે તેવી શક્યતાઓ પંચાંગને આધારે વ્યક્ત થઇ રહી છે. જેને કારણે ઝઘડાનું પ્રમાણ વધવાની શક્યતા હિંદુ પંચાંગ મુજબ વ્યક્ત કરવામાં આવી છે.

યોગ્ય તિથિ નક્કી કરો અને માણો સુખમય લગ્ન જીવન, જાણો વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.