અમદાવાદ સાયન્સ સિટીમાં વૃક્ષોની વાડ ફરતે કચરાના ઢગ ખડકાયા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરની વિશ્વ વિખ્યાત સાયન્સ સિટીના વૃક્ષોની વાડની આસપાસ ગંદકીના ઢગ ખડકાયા છે. પ્લાસ્ટિકની બોટલો, મસાલા પ્લાસ્ટિકના રેપર, વિમલ અને તમાકુની પડીકીઓના ખડકલા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્વચ્છતાં શું પ્રજાજનોએ જ રાખવી પડે, સરકારે નહીં? કચરો જો તમારા આંગણે દેખાય તો, કોર્પોરેશન દંડની કાર્યવાહી કરે છે, પરંતુ વિશ્વ ખ્યાતનામ સંસ્થામાં સ્વચ્છતા કેમ રખાતી નથી, તે પ્રશ્ન ઉદ્ભવે છે.