બારડોલી નગરમાં અનોખી રીતે ગણેશ વિસર્જન કરી આપ્યો પર્યાવરણ જાગૃતિનો સંદેશ
🎬 Watch Now: Feature Video
તાપી: સુરત જિલ્લાના બારડોલી નગરમાં જયરામ ગણેશ મંડળ રામબાગ દ્વારા વિસર્જન માટે અનોખી જાગૃતિ જોવા મળી હતી. શરૂઆતથી જ માટીની મૂર્તિ તો સ્થાપના કરી પણ વિસર્જન નદી કે તળાવમાં નહિ પરંતુ પોતાના કોમન પ્લોટમાં વિસર્જિત કરી વધેલ માટીથી વૃક્ષા રોપણ કરાયું હતું. માટીની મૂર્તિના સ્થાપના કરનાર મંડળોમાં અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગુલાલની છોડો તેમજ પ્રદુષણમાં નહિ પડતા સોસાયટીમાં જ પ્લોટમાં વિસર્જન કરી પર્યાવરણ જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો. મૂર્તિ તો વિસર્જિત કરી પરંતુ ત્યાંથી જે માટી વધી હતી તેમાંથી બચેલ માટી લઇ વૃક્ષારોપણ પણ કર્યું હતું અને નવો જ પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.