રામ મંદિર મુદ્દે ભરુચના સાંસદ મનસુખ વસાવાની જીભ લપસી, જૂઓ વીડિયો - સાંસદ મનસુખ વસાવાનું વિવાદાસ્પદ નિવેદન
🎬 Watch Now: Feature Video
ભરૂચ: ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાની જીભ લપસી છે. રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને કેન્દ્ર સરકારનો ગણાવતા નવો વિવાદ ઉભો થયો છે. મનસુખ વસાવાએ રાજપૂત છાત્રાલય ખાતે ભાજપના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં બફાટ કરતા કહ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાના કારણે સુપ્રીમ કોર્ટે 'આપણા' તરફી ચુકાદો આપ્યો છે. તેમના આ વિવાદીત બોલ હવે તેમને અંગત રીતે અને ભાજપને પણ મુશ્કેલીમાં મૂકે તેવા એંધાણ છે.
ત્યારે તેમના આ નિવેદનને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક વર્ગના લોકોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. ત્યારે સાંસદનું આ પ્રકારનું નિવેદન કોમી તંગદિલી ફેલાવનારું છે. આથી સાંસદ માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી.
Last Updated : Nov 15, 2019, 2:21 PM IST