વિવાદિત "આયશા" ફિલ્મ પર પ્રતિબંધ મુકવા લધુમતી સમાજની માગ - જામનગર
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં લાલ બંગલા સર્કલ ખાતે લધુમતી સમાજના આગેવાનો અને લોકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તેઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. તેઓની વિવાદિત "આયશા" ફિલ્મ પર પ્રતિબંધ મુકવા લધુમતી સમાજની માંગ હતી. ધરણા બાદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે, તાજેતરમાં જ શિયા વકફ બોર્ડના ચેરમેન અને પ્રોડ્યુસર તેમજ ડાયરેક્ટર વસીમ રિઝવી દ્વારા લધુમતી સમાજના પવિત્ર ધર્મગ્રંથ કુરાન શરીફ અને પયગંબરે ઇસ્લામના પરિવાર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ વસીમ રિઝવી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જામનગરમાં કાજીએ ગુજરાત મુસ્લિમ ધર્મગુરુની આગેવાનીમાં લધુમતી સમાજના આગેવાનો તેમજ લોકોની વિશાળ ઉપસ્થિતિમાં લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં "આઈશા" ફિલ્મોમાં કુરાન અને પયગમ્બર વિશે ટિપ્પણી કરતી ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ લધુમતી સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ કરી છે.