ચોરીને અંજામ આપે તે પહેલા અમદાવાદ પોલીસે ચોરોને ઝડપી પાડ્યા - બે આરોપીની ધરપકડ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ પોલીસ(Ahmedabad Police) પેટ્રોલિંગનો સમય પૂરો થયા બાદ વડોદરાથી શહેરમાં ચોરી કરવા નીકળતી ગેંગના બે આરોપીઓ ઝડપાયા રંગે હાથે ઝડપાયા હતાં, જેમાં મણીનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતાં વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમા પકડાયેલ આરોપીમાં ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારી છે જેઓ બંને મૂળ વડોદરાના વતની છે. પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા.