અમદાવાદ: સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)નું BCCI દ્વારા શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ જે ત્રણન સિઝનમાં બે વાર ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, તેઓ IPL માં પોતાની ચોથી સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની ફરી પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. યુવા ખેલાડી શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ બીજી ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.
Tame taiyaar cho, Titans FAM? 😍 pic.twitter.com/Ref7t27qIN
— Gujarat Titans (@gujarat_titans) February 16, 2025
ગુજરાત ટાઈટન્સે વર્ષ 2022ની તેની પહેલી સિઝનમાં હાર્દિક પંડયાના નેતૃત્વ હેઠળ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. તે હાર્દિક પંડયાને MI દ્વારા ખરીદવામાં આવ્યો અને શુભમન ગિલને ટાઈટન્સની કમાન સોંપવામાં આવી.
Mark your calendars, folks! 🥳🗓#TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets 🤜🤛
— IndianPremierLeague (@IPL) February 16, 2025
When is your favourite team's first match? 🤔 pic.twitter.com/f2tf3YcSyY
IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ:
ટાઇટન્સ 25 માર્ચ, 2025 ના રોજ તેમની પહેલી મેચ રમવા માટે તૈયાર છે અને તેઓ તેમની છેલ્લી ગ્રુપ મેચ CSK સામે રમશે. ટાઈટન્સ બેંગલુરુમાં આરસીબી પહેલી હોમ ગ્રાઉન્ડની બહાર મેચ રમશે.
ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ, સાઇ સુદર્શન, રાશિદ ખાન, રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાનને તેમની ટીમમાં જાળવી રાખ્યા છે. આ સિઝનમાં ગુજરાત તરફથી ન રમનારા નોંધપાત્ર નામોમાં નૂર અહેમદ, મોહિત શર્મા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. વિકેટકીપર-બેટ્સમેનની ખાલી જગ્યા આખરે ભરાઈ ગઈ છે કારણ કે જોસ બટલર ફ્રેન્ચાઇઝ માટે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) February 16, 2025
BCCI announces schedule for TATA IPL 2025
Details 🔽
ગુજરાત ટાઈટન્સની સંપૂર્ણ મેચનું શેડ્યૂલ:
તારીખ | દિવસ | સ્થળ | વિરુધ્ધ ટીમ | સમય |
25 માર્ચ, 2025 | મંગળવાર | અમદાવાદ | પંજાબ કિંગ્સ | સાંજે 7.30 વાગ્યે |
29 માર્ચ, 2025 | શનિવાર | અમદાવાદ | મુંબઈ ઈંડિયન્સ | સાંજે 7.30 વાગ્યે |
2 એપ્રિલ, 2025 | બુધવાર | બેંગલોર | રોયલ ચેલેન્જર બેંગલોર | સાંજે 7.30 વાગ્યે |
6 એપ્રિલ, 2025 | રવિવાર | હૈદરાબાદ | સનરાઈઝ હૈદરાબાદ | સાંજે 7.30 વાગ્યે |
9 એપ્રિલ, 2025 | બુધવાર | અમદાવાદ | રાજસ્થાન રોયલ્સ | સાંજે 7.30 વાગ્યે |
12 એપ્રિલ, 2025 | શનિવાર | લખનઉ | લખનઉ સુપર જાયન્ટ્સ | બપોરે 4.30 વાગ્યે |
19 એપ્રિલ, 2025 | શનિવાર | અમદાવાદ | દિલ્હી કેપિટલ્સ | બપોરે 4.30 વાગ્યે |
21 એપ્રિલ, 2025 | સોમવાર | કોલકત્તા | કોલકત્તા નાઈટ રાઈડર્સ | સાંજે 7.30 વાગ્યે |
28 એપ્રિલ, 2025 | સોમવાર | જયપુર | રાજસ્થાન રોયલ્સ | સાંજે 7.30 વાગ્યે |
2 મે, 2025 | શુક્રવાર | અમદાવાદ | સનરાઈઝ હૈદરાબાદ | સાંજે 7.30 વાગ્યે |
6 મે, 2025 | મંગળવાર | મુંબઈ | મુંબઈ ઈંડિયન્સ | સાંજે 7.30 વાગ્યે |
11 મે, 2025 | રવિવાર | દિલ્હી | દિલ્હી કેપિટલ્સ | સાંજે 7.30 વાગ્યે |
14 મે, 2025 | બુધવાર | અમદાવાદ | લખનઉ સુપર જાયન્ટ્સ | સાંજે 7.30 વાગ્યે |
18 મે, 2025 | રવિવાર | અમદાવાદ | ચેન્નઈ સુપર કિંગ્સ | બપોરે 4.30 વાગ્યે |
આ પણ વાંચો: