ETV Bharat / state

ભાવનગરમાં મતદારોએ લોકશાહીનો પર્વ દીપાવ્યો, જાણો કેટલું થયું મતદાન ? - LOCAL BODY ELECTION

ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક ઉપર સવારથી સાંજ સુધીની મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.

ભાવનગરમાં મતદારોએ લોકશાહીના પર્વ દીપાવ્યો
ભાવનગરમાં મતદારોએ લોકશાહીના પર્વ દીપાવ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 16, 2025, 8:51 PM IST

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠક ઉપર સવારથી સાંજ સુધીની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ મતદાનની પ્રક્રિયામાં પોલીસની સેવા, વરરાજા અને કન્યાએ પોતાની ફરજ નિભાવીને પ્રથમ મતદાનને મહત્વ આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતી. જો કે સવારથી સાંજ સુધીમાં કેટલું મતદાન થયું તે વિશે જાણીએ વિસ્તારથી..

ચૂંટણીમાં પોલીસની પ્રશંસનીય સેવા

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની વડવા બ વોર્ડ નંબર ત્રણની સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ત્યારે કુંભારવાડા વિસ્તારમાં શાળા નંબર 1 અને 2માં ચાલી નહીં શકનાર વૃદ્ધ મતદાન કરવા પહોંચતા બે પોલીસ કર્મચારીઓ દ્વારા વૃદ્ધને સહારો આપીને તેમને મતકુટીર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે શિહોર નગરપાલિકામાં વોર્ડ નંબર આઠમાં 105 વર્ષના લખીબેન કે જેઓ પ્રજ્ઞાચક્ષુ હોય તેમને પોલીસ જવાન દ્વારા તેડીને મતદાન બુથ સુધી પહોંચાડ્યા હતા. આમ શહેરમાં પોલીસની સામાજિક સેવા પણ ઉડીને આંખે વળગી હતી.

લગ્ન પહેલાં મતદાનને મહત્વ આપતા વરરાજા અને નવ વધૂ
લગ્ન પહેલાં મતદાનને મહત્વ આપતા વરરાજા અને નવ વધૂ (Etv Bharat Gujarat)

વરરાજા અને કન્યાએ પણ કર્યું પ્રથમ મતદાન

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના વડવા બ વોર્ડની મતદાનની પ્રક્રિયામાં લગ્ન પહેલા કન્યા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી હતી. પરીતાબેન વિનોદભાઈ બાબરીયા નામની કન્યાના લગ્ન હોય ત્યારે લગ્ન મંડપમાં પહોંચતા પહેલા એક નાગરિક તરીકે તેમણે પહેલા મતદાન કરવાનું નક્કી કર્યું હતું. પરીતાબેને મતદાન કરીને અન્ય લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીના પગલે તળાજા તાલુકાની ઉંચડી બેઠક ઉપર ઉંચડી ગામના રહેવાસી અને વરરાજા અર્જુનસિંહ રણજીતસિંહ રાઠોડ પણ પ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા સંદેશો પાઠવ્યો હતો.

વડીલ મતદારાઓએ પણ કર્યુ ઉત્સાહભેર મતદાન
વડીલ મતદારાઓએ પણ કર્યુ ઉત્સાહભેર મતદાન (Etv Bharat Gujarat)

તાલુકા પંચાયતની 5 બેઠકમાં કુલ મતદાન

ભાવનગર જિલ્લાના તાલુકા પંચાયતની 5 બેઠક પર કુલ મતદાનનો આંકડો સામે આવી ગયો છે. જેમાં તળાજા તાલુકા પંચાયત બેઠક ઊંચડીમાં 27.86 ટકા,તળાજા તાલુકા પંચાયત બેઠક નવાજુના રાજપરા 17.15 ટકા,ભાવનગર તાલુકા પંચાયત લાખણકા બેઠક 39.60 ટકા,સિહોર તાલુકા પંચાયત બેઠક વળાવડ 37.59 ટકા,સિહોર તાલુકા પંચાયત બેઠક સોનગઢ 36.48 ટકા મતદાન નોંધાયું છે. કુલ મતદાન 5 બેઠકમાં 31.04 ટકા થવા પામ્યું છે.

ચૂંટણીમાં પોલીસની પ્રશંસનીય સેવા
ચૂંટણીમાં પોલીસની પ્રશંસનીય સેવા (Etv Bharat Gujarat)

નગરપાલિકામાં મતદાન કુલ નોંધાયું

ભાવનગર જિલ્લાની સિહોર, તળાજા, ગારીયાધાર નગરપાલિકાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં સિહોર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક પર 61.27 ટકા મતદાન, ગારીયાધાર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક પર 56.77 ટકા મતદાન અને તળાજા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર 57.30 ટકા મતદાન નોંધાયું છે. આમ ત્રણેય નગરપાલિકાની 92 બેઠક પર સવારના 7 થી 7 કલાક સુધીનું કુલ 59.06 મતદાન નોંધાવા પામ્યું છે.

મહાનગરપાલિકાની એક બેઠક પર મતદાન

ભાવનગર મહાનગરપાલિકાની વડવા બ વોર્ડ 3 ની ચૂંટણીનું આયોજન કરાયું હતું ત્યારે સવારના 7 થી સાંજના 7 કલાક સુધીનું 33.51 ટકા મતદાન નોંધાવા પામ્યું છે. પેટા ચૂંટણીમાં મતદારોની નિરસતા સામે આવી છે. આ બેઠક પર કુલ 43,024 મતદારો નોંધાયેલા છે.

  1. ખેડામાં વિકલાંગ દંપતિ, વરરાજા અને નવવધૂએ મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી, કહ્યું- 'ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે'
  2. મળો જૂનાગઢના એવા મતદારને કે જેણે 1947 બાદ તમામ ચૂંટણીમાં કર્યું છે મતદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.