પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાગ્રસ્ત આરોપી પોલીસના સકંજામાંથી ફરાર

🎬 Watch Now: Feature Video

thumbnail
બનાસકાંઠાઃ પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી એક ચોરીનો આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી દિનેશ ચૌહાણની પૂર્વ પાલનપુર પોલીસે અટકાયત કરી હતી. આ આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને 9મી સપ્ટેમ્બરના રોજ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટરડીમાં રહેલો આરોપી પોલીસકર્મીઓને બાથરૂમ જવાનું કહી બાથરૂમની બારીમાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો અને ફરાર આરોપી ની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.