ETV Bharat / entertainment

બિગ બોસ 18 માં ડોલી ચાયવાલાની એન્ટ્રી, જાણો "વિકેન્ડ કા વાર" માં કોણ આવશે ? - BIGG BOSS 18

બિગ બોસ 18 માં ડોલી ચાયવાલાની એન્ટ્રી થઈ ચૂકી છે. બીજી તરફ સલમાન ખાન વિકેન્ડ કા વારમાં અશ્નીર ગ્રોવરનો ક્લાસ લેશે. વિડિઓ જુઓ

બિગ બોસ 18
બિગ બોસ 18 (IANS/Show Poster)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2024, 2:07 PM IST

હૈદરાબાદ : સલમાન ખાનના સૌથી લોકપ્રિય શો બિગ બોસ 18 માં ડોલી ચાયવાલાની એન્ટ્રી થઈ છે. આ માહિતી અને તેની તસવીર ડોલી ચાયવાલાએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. આ ઉપરાંત ડોલી ચાયવાલા સાથે આજના વિકેન્ડ કા વાર એપિસોડમાં બે સ્ટાર મહેમાનોની ઝલક જોવા મળશે.

"વિકેન્ડ કા વાર" માં કોણ આવશે ? સલમાન ખાન થોડા સમય માટે શોથી દૂર હતો અને લોકોને મજા નહોતી આવી રહી. હવે સલમાન ખાને વિકેન્ડ કા વારનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ અઠવાડિયે સલમાન ખાન વિકેન્ડ કા વારમાં જોવા મળશે અને ચાહકો આને લઈને ખૂબ જ ખુશ છે. "ભારત પે" ના સ્થાપક અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના ભૂતપૂર્વ જજ અશ્વીર ગ્રોવરની પણ શોમાં એન્ટ્રી થશે.

બિગ બોસમાં ડોલી ચાયવાલાની એન્ટ્રી : સૌ પ્રથમ બિગ બોસ 18ના વિકેન્ડ કા વાર પહેલાના વીડિયોમાં સલમાન ખાનના શોમાં સોશિયલ મીડિયા પર વાયરલ ગાયિકા ખુશીની એન્ટ્રી થાય છે, જે તેના ગીતોથી ઘરના સભ્યોના માથાનો દુખાવો કરતી જોવા મળે છે. આ પછી ડોલી ચાયવાલાની શોમાં એન્ટ્રી થાય છે, તે શોના સ્પર્ધક બગ્ગા સાથે ચા બનાવી અને ઘરના સભ્યોને પીવડાવે છે. વીડિયોના અંતે શાર્ક ટેન્ક ઇન્ડિયાના ભૂતપૂર્વ જજ અશ્નીર ગ્રોવરની એન્ટ્રી થાય છે, તેમની સલમાન ખાન જોરદાર ક્લાસ લે છે.

ભાઈજાને શાર્ક અશ્નીર ગ્રોવરની ક્લાસ લીધો : નોંધનીય છે કે, અશ્વિર બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કન્ટેસ્ટન્ટ તરીકે પ્રવેશ્યા છે. પ્રોમોમાં સલમાન ખાને અશ્વિર ગ્રોવરને એટિટ્યુડનો ક્લાસ આપ્યો. સાથે જ તે દિવસોને યાદ કરીને સલમાન ખાને અશ્નીરને જવાબ આપવા કહ્યું કે તે શા માટે તેના વિશે એલફેલ બોલે છે. અશ્વિરે સલમાન ખાનની સામે બોલવાનું બંધ કર્યું અને તે ભાઈજાનની સામે ભીગી બિલ્લીની જેમ ઊભો જોવા મળ્યો. આના પર સલમાને કહ્યું કે તે દિવસે તમે ખૂબ જ એટિટ્યુડથી બોલતા હતા અને હવે તમે તે ટોનમાં બોલતા નથી, આ શું દોગલપણું છે.

  1. સલમાન ખાને બિગ બોસના સેટ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી વચ્ચે કહ્યું
  2. બાબા સિદ્દીકીની મોત, સલમાન ખાન શૂટિંગ કેન્સલ કરીને હોસ્પિટલ પહોંચ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.