ETV Bharat / state

શું બન્યું હતું બોપલની 'ઇસ્કોન પ્લેટિનમ'માં ? બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટી છે ?

શુક્રવારની રાત્રે 10:30 થી 11 વાગ્યા આસપાસ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગના એક માળ પર આગ લાગવાની ઘટના બની હતી.

બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, બોપલ પોલીસે તપાસ શરુ કરી
બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, બોપલ પોલીસે તપાસ શરુ કરી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદ : બોપલ વિસ્તારમાં સ્થિત 22 માળની રહેણાંક બિલ્ડીંગમાં ગતરાત્રીએ આગ લાગવાની ઘટના બની હતી. જોકે, 10 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું. કુલ 22 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 1 મહિલાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા 22 માળની રહેણાંક બિલ્ડિંગ 'ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' ના બી વિંગમાં 8મા માળે ભીષણ આગ લાગી હતી.

શું બન્યું હતું ? સમગ્ર ઘટના વિશે ETV BHARAT સાથે વાત કરતા બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ટી. ગોહીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગતરોજ રાત્રે 'ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગ' માં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી હતી અને આગ પર કાબુ મેળવવા તથા લોકોને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, બોપલ પોલીસે તપાસ શરુ કરી (Etv Bharat gujarat)

બિલ્ડિંગ અવર-જવર માટે બંધ : વધુમાં બી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અંદાજિત 30 જેટલા લોકોને તેમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને 29 જેટલા લોકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબુ આવતા જ આખા બિલ્ડિંગને અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુ કરાયેલા લોકો માટે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી.

FSL ટીમ ઘટનાની તપાસ કરશે: પોલીસ વિભાગ અને FSL ટીમ દ્વારા આગ કેવી રીતે લાગી હતી અને ટૂંક સમયમાં વિકરાળ આગ લાગવા પાછળ કયા કારણો હતા, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સોસાયટી પાસે પુરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી હતી કે કેમ ? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

M બ્લોકમાં લાગી હતી આગ: ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગના ચેરમેન ડૉ. કમલેશ ઘટના વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું કે, ગત રાત્રે 10 વાગ્યા આસપાસ M બ્લોકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે સ્થાનિકો, સોસાયટી મેન્ટેનન્સની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનું તથા બિલ્ડીંગમાં રહેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

અસરગ્રસ્ત લોકો માટે વ્યવસ્થા : કેટલાક લોકોને ગૂંગળામણના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેમને નજીકની સરસ્વતી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સોસાયટીના ક્લબ હાઉસમાં અન્ય 5 રૂમો ખોલીને અસરગ્રસ્ત લોકોને રહેવા તથા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટી અંગે સવાલ ? વધુમાં ચેરમેન જણાવે છે કે, સોસાયટી પાસે આ બિલ્ડિંગનું ફાયર NOC પણ હતું, કયા કારણોથી આ આગ લાગી છે અને ટૂંક સમયમાં કેમ આવે એટલી વિકરાળ બની તે બાબતે પોલીસ તપાસ ચાલુ છે. પરંતુ હાયરાઈઝ બિલ્ડીંગ હોવાના કારણે અને હવા વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે.

આ પણ વાંચો:

  1. બોપલની 22 માળની 'ઇસ્કોન પ્લેટિનમ' માં ભીષણ આગ, એક મહિલાનું મૃત્યુ, એક બાળકી ICU માં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.