સરદાર પટેલ જન્મજ્યંતી નિમિત્તે ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું - ઉપલેટાના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિ નિમિત્તે ઉપલેટાના ઉપ મંચ એટલે કે રવિન્દ્ર નાથ ટાગોર રંગ ઉપવન રેલવે સ્ટેશન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા, દાનભાઈ ચંદ્રવાડીયા, લાખાભાઇ ડાંગર, શહેરના નામી અનામી મહાનુભાવો અને દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
Last Updated : Oct 31, 2020, 6:05 PM IST