બોટાદમાં ખરાબ રસ્તાના કારણે કપાસ ભરેલા ટ્રેકટરની ટોલી પલટી ગઇ
🎬 Watch Now: Feature Video
બોટાદઃ શહેરના રસ્તાઓ જાણે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. અનેક રજૂઆતો અને આવા અકસ્માતો થવા છતા તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે ? બોટાદ પાળીયાદ રોડ પર આવેલ શો-રુમ પાસે રોડ રસ્તા ખરાબ હાલત હોવાથી વારંવાર વાહન ટ્રેલર પલટી જવાના અકસ્માત થતા હોઇ છે, જ્યારે શુક્રવારના રોજ ટ્રેકટરની ટોલી પલટી મારી ગઈ હતી. જ્યારે સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી. પરંતુ જો કોઈ માણસ ગાડી લઇને તેની સાઇડ લેતો હોત અથવા કોઈ વાહન બાજુમાથી પસાર થતુ હોત તો શું હાલત થઇ હોત. તો તંત્રએ આંખે શું પાટા બાધી દીધા છે કે પાછી કોઈ જાનહાનિ થવા અથવા મોટી દુર્ઘટના કે અકસ્માત થવાની તંત્ર રાહ જોઈ રહ્યુ હોય તેવુ બોટાદ જિલ્લામા જોવા મળી રહ્યુ છે. જ્યારે બોટાદની જનતા જલ્દીથી બોટાદનો વિકાસ થાય અને રોડ રસ્તા સારા બને તેવી લોકો આશા રાખા રહ્યા છે. ત્યારે તંત્ર આગળ શું પગલા લે છે એ જોવુ રહ્યુ.