લોકડાઉન 3.0: ગોંડલમાં 3 કેસ કોરોના પોઝિટિવ આવતા 11 મુખ્ય માર્ગો બંધ કરાયા - અમદાવાદ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7164442-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટ : ગોંડલ તાલુકાના અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલા વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પણ બંધ કરી દેવાતા આશરે 37 પરિવાર ઘરમાં કેદ થયા છે. ગોંડલ શહેર કે પંથકમાં આવવા માંગતા લોકો માટે ગોંડલ તાલુકા સેવા સદન ખાતે તાકીદની મીટિંગ યોજાઇ હતી. જેમાં 10 ક્લસ્ટર, 5 સુપરવાઇઝર અને 60 ફિલ્ડ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. શહેર તાલુકાની સાત ચેકપોસ્ટમાંથી કોઇપણ જગ્યાએ પ્રવેશતા પહેલા નોંધણી કરાવવી ફરજિયાત છે અન્યથા ગુનો નોંધવામાં આવશે. આ ઉપરાંત બહારગામથી આવતા લોકોએ માહિતી આપવાની રહેશે અથવા જો માહિતી વગર કોઇ પ્રવેશ મેળવે તો 220093 અથવા 220008 ઉપર ફોન કરી તંત્રને જાણ કરી શકાશે.