સુરત: કીમ નજીક આવેલા કુડસદ ગામે ચોરીનો મામલો સામે આવ્યો છે. કુડસદ ગામમાં મિલ માલિકનાં બંધ મકાનમાંથી ચોરી કરીને 84 હજાર રોકડા તેમજ સોના-ચાંદીનાં દાગીનાં મળી કુલ 5 લાખ 73 હજાર રૂપિયાની ચોરીની ઘટનામાં કીમ પોલીસે ગણતરીનાં કલાકોમાં મકાન માલિકનાં કાકા અને સગા ભાણીયાની મુદ્દામાલ સાથે અટકાયત કરતા ચકચાર મચી ગઇ હતી.
મિલ માલિકના મકાનમાં ચોરી: પોલીસના જણાવ્યા અનુસાર કીમ પોલીસની હદમાં આવેલા ધર્મભક્તિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.બી-303 કુડસદમાં અને મૂળ હરિયાણાનાં અંકીત રાજેન્દ્રકુમાર તોમર રહે છે. જેઓ કીમ G.I.D.C નવાપરા ખાતે શિવાની ટેક્સટાઈલ નામની મિલના માલિક છે.
કુડસદ સ્થિત મિલ માલિકનો ફ્લેટ બંધ હાલતમાં હોય, જેને અજાણ્યા તસ્કરોએ નિશાને બનાવીને બંધ ઘરમાંથી કુલ રોકડા 84 હજાર અને 5 લાખ 73 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ભાગી ગયા હતા. જોકે, ફરીયાદી મિલ માલિકે સમગ્ર ચોરીની ઘટનામાં પોતાનાં કાકા અને ભાણીયા વિરૂદ્ધ શંકા વ્યક્ત કરી જે અંગે કીમ પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
![કીમના કુડસદમાં મિલ માલિકના મકાનમાં સગા ભાણેજ અને કાકાએ ચોરી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-surat-rural03-chor-gj10065_11022025201023_1102f_1739284823_1100.jpg)
પોલીસે આરોપીઓની અટકાયત કરી: હરકતમાં આવેલી કીમ પોલીસના ઈન્ચાર્જ PI ડી. એલ ખાચરે સમગ્ર ચોરીની તપાસનો મામલો પોતાનાં હાથમાં લઇ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવેલા શકમંદો પૈકી કાકા અરવિંદ શ્રીનવાબસીંગ ઉપાધ્યાય અને ભાણેજ અનુજ ઉર્ફે ક્રિષ્ન ઋષીપાલ ઉપાધ્યાય બંને લોકોની પુછપરછ દરમ્યાન ફરીયાદીનાં કાકા અને સગા ભાણીયાએ ઉપરોક્ત ચોરીની ઘટનાને અંજામ આપી હોવાનું કબૂલતા એક તબક્કે પોલીસ અધિકારી સૂત્રો પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરીને તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
![કીમના કુડસદમાં મિલ માલિકના મકાનમાં સગા ભાણેજ અને કાકાએ ચોરી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-surat-rural03-chor-gj10065_11022025201023_1102f_1739284823_582.jpg)
![કીમના કુડસદમાં મિલ માલિકના મકાનમાં સગા ભાણેજ અને કાકાએ ચોરી કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-surat-rural03-chor-gj10065_11022025201023_1102f_1739284823_544.jpg)
આ પણ વાંચો: