જુનાગઢ: કેશોદના ફાગળી રોડ પર આવેલા ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમ પાછલા કેટલાક સમયથી વિવાદના વમળોમાં સપડાયેલો જોવા મળી રહ્યો હતો. તેમાં હવે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જે જગ્યા પર આશ્રમ બનાવ્યો છે. તેમાં 2 સર્વે નંબર પર વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આશ્રમની જમીન સરકારી કે ગૌચર હશે. તો તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવાના સંકેતો તાલુકા વિકાસ અધિકારીએ આપ્યા છે.
ઉદાસીન આશ્રમ વિવાદમાં: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગળી ગામમાં આવેલા ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમ વિવાદમાં આવેલો જોવા મળે છે. પાછલા કેટલાક સમયથી ફાગળી ગામના પૂર્વ સરપંચ જગદીશ દવેની આગેવાનીમાં ગામ લોકો આશ્રમમાં કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ હોવાને લઈને વિરોધ કરી રહ્યું હતું. જેને લઈને ધાર્મિક જગ્યા વિવાદમાં આવી હતી. તેમાં હવે નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકા વિકાસ અધિકારીએ વિવાદિત ચૈતન્ય તોરણીયા હનુમાન ઉદાસીન આશ્રમમાં જો કોઈ પણ પ્રકારનું દબાણ કે ગેરરીતિઓ થઈ હશે. તો સરકારના નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવાની કામગીરી શરૂ કરાશે.
કેશોદ અને ફાગળી ગામના સર્વે નંબરો: હાલ જે આશ્રમ વિવાદમાં ચાલી રહ્યો છે. તેમાં સર્વે નંબર 754 કે જે કેશોદનો છે. આ સિવાય અન્ય એક સર્વે નંબર જે 152 નંબરનો છે. તે ફાગળી ગ્રામ પંચાયતનો હોવાનું સરકારી ચોપડે નોંધાયેલ છે. હવે જ્યારે આશ્રમ પાછલા ઘણા વર્ષથી બનેલો છે/ ત્યારે સરકારી જમીન પર કોઈ ગેરકાયદેસર દબાણ કરીને આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે, તેને લઈને પણ હવે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. હાલ 2 સર્વે નંબર પર ફાગળી ગામમાં ચૈતન્ય હનુમાન ઉદાસીન આશ્રમ હયાત સ્વરૂપે જોવા મળે છે. જો આ આશ્રમ સરકારી કે ગૌચરની જમીન પર બનાવવામાં આવ્યો હશે. તો તેની પૂરી ચકાસણી કરીને સરકારના નિયમ અનુસાર સરકારી જમીન ખુલ્લી કરાવવાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાશે. તેવા સંકેતો તાલુકા વિકાસ અધિકારી પાર્થ ગઢવીએ આપ્યા છે.
આ પણ વાંચો: