પુરપાટ ઝડપે આવતો લોખંડ ભરેલો ટ્રક ડિવાઈડર પર ચડ્યો, જૂઓ CCTV - Truck accident Rajkot Kalavad Road
🎬 Watch Now: Feature Video
રાજકોટ કાલાવડ રોડ પાસે પુરપાટ ઝડપે દોડતા આવતા ટ્રક ચાલકે પોતાનો (Truck accident Rajkot) કાબુ ગુમાવતા ગણતરીની સેકંડોમાં ટ્રક ડિવાઈડર પર ચડી પલટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતાં 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ CCTVમાં કેદ થતા તેનો વિડીયો વાયરલ થયો છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રક રસ્તા પર પલટી (truck got on divider In Rajkot) મારતા ઠેર-ઠેર ધુમાડાના ગોટેગોટા છવાઈ જાય છે.ટ્રકમાં લોડ કરેલી લોખંડની પાઇપ રસ્તા પર ફેલાઈ જાય છે. પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માતમાં ડ્રાઈવરની બેદરકારી જણાઈ રહી છે. જોકે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. (Truck accident Rajkot Kalavad Road)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST