છોકરાએ પરસેવો છોડાવ્યો, ભરી ભીડ વચ્ચે 35 લાખની રોકડ લઈ રફ્ફુચક્કર - પંજાબ પોલીસ
🎬 Watch Now: Feature Video
પટિયાલા: પંજાબમાં આવેલા પટિયાલા (Patiala SBI Bank) શહેરના શેરાંવાલા ગેટ સ્થિત SBI બેંકની મુખ્ય શાખામાંથી રૂપિયા 35 લાખની રોકડ લઈને એક બાળક ફરાર થઈ (Boy Flew Away with rs. 35 lakh Cash) જવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ (SBI Punjab CCTV) ગઈ છે. આ ઘટના જ્યાં બની તે પ્રતિબંધિત વિસ્તાર છે જ્યાં કોઈને જવાની પરવાનગી નથી, ત્યાં બાળક ગયો અને રોકડ લઈને ભાગી ગયો. આ પછી બેંકના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમ દ્વારા બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. જેના પરથી બાળકની તપાસ કરવામાં આવશે. પણ ખાસ વાત એ છે કે, બેંકમાં આટલી ભીડ વચ્ચે છોકરો સરળતાથી પૈસાનું બેગ લઈને બેંકની બહાર જતો જોવા મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST