જાણો કાળી ચૌદસના વિવિધ નામો અને તેનુ મહત્વ - Kali Chaudas
🎬 Watch Now: Feature Video
કાળી ચૌદસ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાળીની પૂજા કરવી જોઈએ. સાથે સાથે આ દિવસે કેટલાક સંસ્કાર (નિયમો) પણ નિભાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ કાળી ચૌદસ પર સૂર્યોદય પહેલા જાગે અને સરસોના તેલના લેપથી સ્નાન કરે તો તેના તમામ રોગો, પાપો અને દુ:ખો દૂર થાય છે. જે આ કરે છે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તેના સમસ્ત સાંસારીક દુ:ખો દૂર થાય છે.(names of Kali Chaudas and their significance) કેટલાક પુરાણોમાં એવું પણ લખ્યું છે કે, આ દિવસે સરસોના તેલનો લેપ લગાવવાથી સુંદરતા પણ પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે એક દીવો પ્રગટાવે છે. જે યમ-દિ૫ક તરીકે પણ ઓળખાય છે, મૃત્યુનો ભય વિશ્વનો સૌથી મોટો ભય માનવામાં આવે છે. કોઈને ખબર નથી હોતી કે શા માટે અકાળ મૃત્યુ માણસના નસીબમાં લખાયેલું હોય છે. પરંતુ તેના ડરને જરૂર દૂર કરી શકાય છે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST