કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શા માટે છોડ્યો રોડ શો? - પ્રતાપનગરથી ઝ્યુબેલી બાગ સુધીનો રોડ શો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2022, 10:54 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન આવનાર 5 ડીસેમ્બરે થવાનું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આજે ભાજપના વડોદરા શહેરની બેઠકના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો વડોદરામાં રોડ શો યોજાયો હતો. આ રોડ શો પ્રતાપનગરથી ઝ્યુબેલી બાગ સુધીનો 3 કિલોમીટર સુધી રોડ શો યોજવાનો હતો. પરંતુ આ રોડ શો માંડવી સુધી યોજાયો હતો. જે ગૃહ પ્રધાન અમિતશાહ અધૂરો રોડ શો મૂકી નીકળી ગયા હતા. આ રોડ શોમાં ઠેર ઠેર સ્ટેજ પર હાજર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રોડ શો શહેરના પ્રતાપ નગરથી ચોખંડી, માંડવીથી ચાંપાનેર થઈ અડાનીયા પુલ ચાર રસ્તા થઈ કોયલી ફળિયાથી હુંજરાત પાગા થઈને જ્યુબિલી બાગ ખાતે રોડ શો પૂર્ણ થવાનો હતો. જે માંડવી સુધી યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રોડ શોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત આદિવાસી નૃત્યની ઝાંખી કરતા નજરે પડ્યા હતા. આ રોડ શોમાં વડોદરા શહેર અને રાવપુરા વિધાનસભા બેઠકને આવરતો વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સહિત લોકો જોડાયા હતા. Gujarat Assembly Election 2022 Amit Shah Road Show in Vadodara Gujarat Election First Phase Voting Union Home Minister Road show from Pratapnagar to Zeubeli Bagh
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.