VIDEO : નામીબિયાથી ભારત આવશે ચિત્તાઓ, ફ્લાઈટને આ રીતે કર્યો 'શણગાર' - जंबो जेट में आठ नामीबियाई चीते
🎬 Watch Now: Feature Video
ઈન્દોર, મધ્યપ્રદેશ : નામિબિયાથી ચિત્તાઓને ભારતમાં લાવતા "સ્પેશિયલ પ્લેન"ની તસવીર સામે આવી છે, જેમાં ચિત્તાના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. એરલાઈન્સ કંપનીએ આ ફ્લાઈટને સ્પેશિયલ ફ્લેગ નંબર 118 આપ્યો છે. કંપની વિશ્વમાં પ્રથમ વખત ચિત્તાઓને શિફ્ટ કરવા માટે ફ્લાઇટ ચલાવી રહી છે, તેથી તેમના માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. પ્લેનમાં શું હશે ખાસઃ આ પ્લેનમાં 8 ચિત્તાઓને ભારત લાવવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને 17 સપ્ટેમ્બરે કુનો અભયારણ્યમાં છોડશે. ચિત્તાઓને લેવા માટે પ્લેન આવી ગયું છે, નામીબિયામાં ભારતીય દૂતાવાસે પ્લેનની તસવીર ટ્વીટ કરી છે. સ્પેશિયલ એરક્રાફ્ટ B747 જમ્બો જેટ 8 ચિત્તાઓને લઈને શુક્રવાર, 16 સપ્ટેમ્બરના રોજ નામિબિયાથી ભારત આવશે. એરલાઈન્સ અનુસાર, રાત્રિના સમયે ઉડાન કરવાથી ચિત્તાઓને પહોંચાડવામાં સરળતા રહેશે. 17 સપ્ટેમ્બર શનિવારની સવારે ફ્લાઇટ જયપુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ ચિત્તાઓને હેલિકોપ્ટર દ્વારા કુનો અભયારણ્યમાં લઈ જવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST