Varun Dhawan in jamnagar: નવરાત્રીના બીજા નોરતે બોલીવુડ સ્ટાર વરૂણ ધવન બન્યાં જામનગરના મહેમાન - એક્ટર વરૂણ ધવન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2023/640-480-19790600-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Oct 17, 2023, 6:54 PM IST
જામનગર: સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ એવી નવરાત્રીનો ઉમંગ ધામધૂમ પર્વક ચાલી રહ્યો છે. ત્યારે જામનગરમાં નવરાત્રીના બીજા નોરતે પણ બોલીવુડના સ્ટારની હાજરીથી નવરાત્રીનો ઉમંગ વધુ આનંદમય બન્યો હતો. સાંસદ પૂનમબેન માડમના આમંત્રણથી સોમવારે બોલીવુડના ખુબ જ લોકપ્રિય અભિનેતા વરૂણ ધવન જામનગરની મુલાકાતે આવ્યા હતાં અને જુદા-જુદા સ્થળે આવેલા અવાર્ચીન દાંડીયા મહોત્સવમાં હાજરી આપી હતી. લાલ કૂર્તામાં સજ્જ વરૂણ ધવનને જોવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને લોકો ઉમટી પડ્યાં હતાં. વરૂણ ધવને સુમેર કલબ, મેડીકલ કોલેજ અને ઉત્સવ નવલી નવરાત્રી, સેવન સિઝન રિસોર્ટ, રાસરંગ નવરાત્રી, દે તાલી નવરાત્રી જેવા મહોત્સવમાં હાજરી આપી હતી અને દરેક સ્થળે પોતાની આગવા અંદાજ થકી સૌ કોઈના દિલ જીતી લીધા હતાં.
Navratri 2023 : પાટણમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબાની રમઝટ જામી