માંગરોળ વિધાનસભા બેઠક પર ગણપત વસાવાને રીપીટ ટિકીટ, કેવો કર્યો દાવો જૂઓ - Tickets to Ganpat Vasava
🎬 Watch Now: Feature Video
આમ આદમી પાર્ટી, કોંગ્રેસની ઉમેદવાર યાદીઓ બહાર પડવાની રાહ જોયાં બાદ ભાજપની 160 ઉમેદવારોના નામની પહેલી યાદી ( BJP Candidate First List ) જાહેર કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક ( Mangrol Assembly Seat ) પર ગણપત વસાવાને ફરી ટિકિટ આપવામાં આવી છે. ગણપત વસાવાને ટિકિટ ( Tickets to Ganpat Vasava ) આપવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈ વહેચવામાં આવી હતી. ત્યારે ગણપત વસાવાએ ETV BHARAT સાથે ખાત વાતચીત કરી હતી જેમાં ગણપત વસાવાએ (Ganpat Vasava ) જણાવ્યું હતું કે સૌ પ્રથમ હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો આભાર માનું છું. માંગરોળ વિધાનસભા બેઠક પર 51,000 મતથી મારો વિજય ( Gujarat Assembly Election 2022) થશે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST