નર્મદાનો કરજણ ડેમ ત્રીજી વખત ઑવરફ્લો, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા - કરજણ ડેમ
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ જિલ્લાનો કરજણ ડેમ ત્રીજી વાર ઑવરફ્લો થયો છે. જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા નર્મદા જિલ્લા પર મહેરબાન બનતા 24 કલાક સતત વરસાદ વરસી રહ્યો છે. કરજણ ડેમના ઉપરવાસમાં આવેલા ડેડીયાપાડા અને સાગબારા બંન્ને તાલુકાઓમાં 5 ઇંચ વરસાદ પડતાં કરજણ ડેમમાં પાણીની આવક વધીને 10,849 ક્યૂસેક રહેતા કરજણ ડેમની જળ સપાટી 114.28 મીટર પર પહોંચી છે. જે તેની રુલ લેવલ સપાટી વટાવતા કરજણ ડેમ તંત્ર દ્વારા ડેમની સુરક્ષા માટે ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતાં. દરવાજા મારફતે 10,000 ક્યૂસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. કરજણ નદીમાં 10 હજાર ક્યૂસેક પાણી ઠલવાતા કરજણ નદી બે કાંઠે વહી રહી હોવાથી કાંઠા વિસ્તારના ભદામ, હજરપુરા, ભચરવાળા, ધાનપોર, ધમણાચા અને તોરણા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.