દેવભૂમિ દ્વારકાનું મોટા આસોટા ગામ ભારે વરસાદથી બેટમાં ફેરવાયું

🎬 Watch Now: Feature Video

thumbnail
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે એક જ રાતમાં વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. મોટા આસોટા ગામમાં વરસાદમાં ક્યારેય પણ પાણી આવતું નથી, પરંતુ 1 કલાકમાં પડેલા ભારે વરસાદના પગલે ગામની બજારોમાં નદી વહેતી થઈ ગઈ હતી. ગામમાં પાણી ભરાતા ખેડૂતોના ગાડાં, ભેંસો, બાઈક, મોટરકાર પણ તણાઇ ગયા હતા. ગામમાં આવેલ આહીર સમાજની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી. વધુમાં ગામમાં લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.
Last Updated : Sep 6, 2019, 2:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.