ભાજપને ફટકો, મુળીના સડલા ગામમાં ભાજપના 200 લોકોએ પકડ્યો કોંગ્રસેનો હાથ - સુરેન્દ્રનગર કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ મુળી તાલુકાના સડલા ગામે યોજાયેલા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. 200 થી વધુ ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રસનો હાથ પકડ્યો છે. આ તમામ લોકોનું જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન મકવાણા, કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિતનાઓએ કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે.