આજે અષાઢી બીજ, શું છે રથયાત્રાનુ મહત્વ
🎬 Watch Now: Feature Video
પૂરી : ઓરીસ્સાની સાથે સમગ્ર દેશમાં સોથી વધુ પ્રતિક્ષિત તહેવારોમાંનો એક તહેવાર અષાઢી બીજ છે જ્યારે ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યા કરવા નિકળે છે. આ તહેવાર પારંપરિક ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. દેશની સૌથી મોટી રથયાત્રા ઓરીસ્સાના પૂરીમાં નિકળે છે. આ રથયાત્રમાં ભગવાન જગન્નાથ, તેમની બહેન દેવી સુભદ્રા અને તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર હોય છે. રથયાત્રાને ગુંડિચ યાત્રા, રથ ઉત્સવ, દશાવતાર અને નવદીના યાત્રા નામથી પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે ભગવાન જગન્નાથ પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે કેટલાક દિવસો માટે પોતાના જન્મસ્થાન મથુરાની યાત્રા કરે છે. આ યાત્રા દર વર્ષે જગન્નાથ મંદિર થી ગુંડિચા મંદિર સુધી ઓયાજીત કરવામાં આવે છે. યાત્રા શરૂ થતા પહેલા પૂનમના દિવસે મૂર્તિયોને 109 વખત સ્નાન કરાવવામાં આવે છે, પછી તેમણે યાત્રા દરમિયાન અલગ-અલગ રાખવામાં આવે છે. રથયાત્રાની દરમિયાન એક વિશાળ યાત્રા નીકાળવામાં આવે છે, જેમાં ત્રણે દેવતાની લાકડાઓની મૂર્તીઓને જગન્નાથ મંદિર થી ગુંડિચા મંદિરમાં લાવવામાં આવે ચે. આ મૂર્તીઓને આકર્ષક રથોમાં વિરાજમાન કરવામાં આવે છે. યાત્રા દરમિયાન ચારે તરફ મંત્રોચ્ચાર અને શંખનો અવાજ સંભાળ છે
Last Updated : Jul 12, 2021, 2:30 PM IST