Rain in Surat : ગોડધા ડેમ ઓવરફ્લૉ થતાં નયનરમ્ય દ્રશ્ય - Rain in Surat
🎬 Watch Now: Feature Video
સુરત : સુરત જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ધોધમાર વરસાદ (Rain in Surat) વરસી રહ્યો છે. જેને પગલે સુરત જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતૂર બની છે ચેકડેમો ઓવરફલો થયા છે, ત્યારે સતત ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગોડધા ડેમ સીઝનમાં (Mandvi Goddha Dam) પહેલીવાર ઓવરફ્લો થયો છે. ગોડધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. નવા નીર ડેમમાં આવતા માછીમારો માછીમારી કરવા પહોંચી ગયા હતા. ધસમસતા પ્રવાહમાં માછીમારી (Gujarat Rain Update) કરતા નજરે ચડ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST