સુરતમાં પઠાણનો વિરોધ, ખાનનું પૂતળુ સળગાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું

🎬 Watch Now: Feature Video

thumbnail
સુરત : તાજેતરમાં બહુચર્ચિત પઠાણ ફિલ્મને લઇને ભારે વિરોધ (Pathan film protest in Surat) થઈ રહ્યો છે. આગામી માસમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે સુરત જિલ્લામાં પણ હિન્દૂ સંગઠનોમાં ભારે વિરોધ ઉઠયો છે. કામરેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાહરૂખ ખાન સહિતના એક્ટરનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. પઠાણ ફિલ્મને MP સહિતના રાજ્યોમાં પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ નહીં દર્શાવવામાં આવે તેવી હિન્દુ સંગઠન માંગ કરી રહ્યું છે. સુરત જિલ્લા હિન્દુ સંગઠના આગેવાન જય પટેલે જણાવ્યું હતું કે, કામરેજ તાલુકામાં કોઈપણ થિયેટર માલિકોને મૂવી ન ચલાવવા અપીલ કરી છે. થિયેટરોમાં આ પઠાણ મૂવી ચાલશે તો હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે. હાલ અમે કામરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. (Shah Rukh Khan Effigy burnt in Surat)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.