ધરમપુરના ગુંદીયા ગામે રિવર લિંક પ્રોજેકટ સામે વિરોધનો વંટોળ: ભાજપના અગ્રણીઓ પણ જોડાયા - protest of Paikhed Dam
🎬 Watch Now: Feature Video

રિવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ધરમપુરના પૈખેડ નદી ઉપર ડેમ બનવાને (protest of Paikhed Dam)કારણે આસપાસના 9 જેટલા ગામોની જમીન ડેમના સૂચિત વિસ્તારમાં જાય છે, જેથી આસપાસના વિસ્તારમાં રહેતા તમામ લોકોને જગ્યા ખાલી કરવામાં આવશે. જેને લઇને નવ ગામોના લોકોમાં હાલ ડેમ બનાવવા સામે ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. પૈખેડ ડેમના વિરોધમાં ગુદીયા ગામે આદિવાસી સમાજના લોકોની એક વિશેષ બેઠક (meeting of tribal community) યોજાઇ હતી, જેમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી તેમજ સરકારના આ પ્રોજેક્ટ સામે કોર્ટમાં પિટિશન દાખલ કરવા સુધી પણ તેઓ ખચકાશે નહીં એવી ચર્ચાઓ કરવામાં આવી હતી. ડેમના વિરોધ માટે અનેક ભાજપના અગ્રણીઓ પણ વિરોધ બેઠકમાં નજરે પડ્યા હતા. લોકોમાં હાલ ભારે વિરોધ ઉઠી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST