તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ, વાતવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અનુભવી રાહત - Tapi News - TAPI NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jun 28, 2024, 7:54 PM IST
તાપીઃ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તાપી, વાલોડ, ઉચ્છલ તાલુકાઓમાં 3 દિવસ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે. વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે માત્ર 2 કલાકમાં વ્યારા તાલુકા માં 16 mm, વાલોડમાં 15 mm, કુકરમુંડા 10 mm, ડોલવણ 7 mm અને નિઝર 4 mm વરસાદ વરસી ચૂક્યો છે. હાલ તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકાઓમાં વરસાદ યથાવત છે. જિલ્લાના તાપી, વાલોડ, ઉચ્છલ તાલુકાઓમાં 3 દિવસ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે. વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.