સુરત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ગેલમાં - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jun 5, 2024, 9:23 PM IST
સુરતઃ કાળા ડીબાંગ વાદળો વચ્ચે બારડોલી તાલુકામાં મેઘરાજાની પધરામણી,વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ. બસ હવે ગણતરીના દિવસોમાં જ વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સુરત જિલ્લામાં આજરોજ સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ગયા છે. બારડોલી તાલુકામાં મેઘરાજાની પધરામણી થઇ હતી સતત 15 મિનિટ સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદનું આગમન થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. લોકોને પણ ગરમીથી આંશિક રાહત થઈ હતી. ઉલ્લેખનીય છેકે થોડા દિવસ અગાઉ સુરત જિલ્લામાં સતત તાપમાનનો પારો 40થી 45 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો હતો. જેથી સૌ કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. લોકોને ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બની ગયું હતું. દર વર્ષે સતત વધી રહેલ તાપમાનને લઈને લોકોમાં પણ સતત ચિંતાઓ જોવા મળી રહી છે. ખેડૂત આગેવાન કેતનભાઈએ જણાવ્યું હતું કે, ચોમાસાનું આગમન સારું થાય એવી સૌ ખેડૂતોને આશાઓ છે. હાલ ચોમાસાની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે આજ રોજ સુરત જિલ્લાના બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે ખેડૂતોમાં ખુશીની લહેર છે. સારો વરસાદ થશે તો સારો પાક કરી શકીશું.