thumbnail

રવિવારે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે ગુજરાત ટાઈટન્સ, ખેલાડીઓએ મેદાનમાં પરસેવો પાડ્યો - IPL 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 5:05 PM IST

અમદાવાદ : આવતીકાલે 22 માર્ચ, શનિવારથી IPL 2024 ની શરૂઆત થઈ રહી છે, જેનો પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. આ વર્ષે કેટલી ટીમમાં નવા ચહેરા દેખાશે. મુખ્યત્વે ગુજરાત ટાઈટન્સને કેપ્ટન હાર્દિક પંડ્યાની ખોટ પડશે. ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે.

GT vs MI : આગામી 24 માર્ચ, રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ છે. બીજી તરફ બંને ટીમ પણ સખત પ્રેક્ટિસ કરી રહી છે. ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરસેવો પાડ્યો હતો.

નેટ પ્રેક્ટિસ : IPL 2024 માં પોતાની પ્રથમ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સના કોચ આશીષ નહેરાએ ટીમના ખેલાડીઓ સાથે સખત પ્રેક્ટિસ કરી હતી. જેમાં ડેવિડ મિલર, કેન વિલિયમસન અને ઉમેશ યાદવ મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. આ વખતે શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જીતના નિશ્ચય સાથે મેદાને ઉતરશે.

  1. IPL 2024: IPLમાં રિપ્લે સિસ્ટમમાં સુધારો, નિર્ણય લેવામાં ઝડપ અને ચોકસાઈ માટે 'સ્માર્ટ રિપ્લે' સિસ્ટમ શરૂ કરશે
  2. IPL 2024: ગુજરાત ટાઇટન્સ 2024માં શુભમન ગિલની કપ્તાનીમાં ઇતિહાસ સર્જશે: આશિષ નહેરા

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.