બનાસકાંઠામાં કારના બોનેટમાં છૂપાવીને રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો લાખોનો દારૂ પકડાયો - BANASKANTHA CRIME
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2024, 5:06 PM IST
બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુર નજીક રાજસ્થાન બોર્ડર પર આવેલા ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આજ રોજ મોઘી બ્રાન્ડેડ કંપનીનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો છે. આજ રોજ એલસીબી ટીમના સભ્યો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. જે બાદ તેમણે હકીકત તપાસતા ચારડા ગામની સીમમાંથી ચાલકે પોતાની કારની બોનેટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવ્યો હતો. જેમાં 90 બોટલ જેની કિંમત રૂપિયા 3,10,505 તથા ગાડીની કિંમત ત્રણ લાખ મળીને કુલ ₹6,10,505 નો મુદ્દા માલ મળી આવ્યો હતો. તેમજ ગાડી ચાલકના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે આરોપીઓ દારૂ ગુજરાતમાં કયા શહેરમાં લઈ જવાના હતા અને કોને સપ્લાય કરવાના હતા.