તાપીના વાલોડમાં ખેતરમાંથી 8 ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ, અજગરને જોવા લોકો ઉમટ્યા - RESCUE OF THE PYTHON
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2024, 1:05 PM IST
તાપી: જિલ્લાના વાલોડ તાલુકાના ડોડીયા ફળિયામાં આવેલા ખેતરમાં ગત મોડી રાત્રે અજગર જોવા મળ્યો હતો. જેને લઇ ખેતર માલિકે સ્થાનિક એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. જેથી એનિમલ રેસ્ક્યુ ટીમ ગણતરીના સમયમાં જ સ્થળે પહોચી જતા અંદાજિત 8 ફૂટ લાંબા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે વન વિભાગના માર્ગદર્શન હેઠળ અજગરને ઊંડાણ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. 8 ફૂટ લાંબા અજગરને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને આટલા મોટા અજગરને જોઇને લોકો આશ્ચર્ય પામી ગયા હતા. ત્યારે એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરને તકેદારી પૂર્વક સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો.