અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી પરંતુ ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન મુદ્દે ફરી એકવાર મુદ્દત પાડી. આ મામલે સતત ત્રીજીવાર મુદ્દત પાડવામાં આવી અત્યાર સુધી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી કોર્ટમાં પેન્ડિંગ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. હવે કાર્તિક પટેલની આગોતરા જામીન ઉપર સુનાવણી આગામી દિવસોમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી ગરીબ માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે. જેના લાભ લઈને ગરીબ અને નિરાધાર લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવતા હોય છે. આવી જ એક યોજના એટલે PMJAY આયુષ્માન કાર્ડ છે, જેની પાસે આ કાર્ડ કે મા હોય છે એવા તમામ લાભાર્થીઓની સારવારનો ખર્ચ સરકાર દ્વારા તેના ધારાધોરણો પ્રમાણે ઉઠાવવામાં આવે છે. આવા જ કાર્ડ ધારકોનું એક કેમ્પ કડીના બોરીસદ ગામે યોજાયો હતો ત્યારબાદ અમદાવાદની એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર જ લોકોની એનજીઓગ્રાફી કરવામાં આવી હતી. જેમાંથી સાત લોકોની એનજીઓપ્લાસ્ટિક કરી નાખી હતી અને ત્યારબાદ આ દર્દીઓમાંથી બે દર્દીના મોત થયા હતા. આ તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યા હતા. આ ઘટનામાં મહેશભાઈ બારોટ અને નાગજીભાઈ સેગમાનું મોત થયું હતું અને ત્યારબાદ પાંચ લોકોને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલની આગોતરા જામીન ઉપર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ આ મામલે મુદ્દત પાડવામાં આવી.
આના સિવાય ખ્યાતિ હોસ્પિટલ કેસ મામલે જેલવાસ ભોગી રહેલા માર્કેટિંગ વિભાગના ફરજ ભજવતા આરોપી અંકિલ હસમુખભાઈ પટેલ અને આરોપી પ્રતિક યોગેશભાઈ ભટ્ટે પણ ગ્રામ્યકોટમાં ગ્રામીણ માટે અરજી કરી હતી. તે મામલે ક્રાઈમ બ્રાન્ચ એફિડેવિટ કરી એક રજૂઆત કરી હતી કે, તપાસ દરમિયાન સામે આવ્યું હતું. દર્દીના પ્રાથમિક રિપોર્ટ બનાવ્યા હતા. તેનાથી અલગ રિપોર્ટ ગાંધીનગર ખાતે રજૂ કર્યા હતા. તો બીજી તરફ આરોપી તરફથી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટને અમે જામીન આપવી જોઈએ તો બીજી તરફ અગાઉ પણ કાર્તિક પટેલની આગોતરા જામીન સુનાવણી થઈ હતી પરંતુ આરોપીઓ તરફે તેમના વકીલે મુદત માગી હતી. આ મામલે આવનારા દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.