ETV Bharat / politics

શું આ વખતે નવી દિલ્હી બેઠકની બહારના હશે મુખ્યમંત્રી? જાણો શું સમીકરણો બની રહ્યા છે - WILL CM BE FROM NEW DELHI SEAT

અત્યાર સુધી નવી દિલ્હી બેઠકથી જીતનાર જ બન્યા છે દિલ્હીના મુખ્યમંત્રી.

કોણ બનશે મુખ્યમંત્રી
કોણ બનશે મુખ્યમંત્રી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2025, 10:39 AM IST

Updated : Feb 8, 2025, 10:55 AM IST

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે હાર જીતને મુદ્દે અટકળો ચાલી રહી છે. આ સાથે જ દિલ્હીના ચૂંટણી મેદાનમાં ઉતરેલા 699 ઉમેદવારોનું ભાગ્ય શનિવારે ખૂલવાનું છે. 8 ફેબ્રુઆરીએ મત ગણતરી પછી આખું ચિત્ર સામે આવી જશે કે દિલ્હીની જનતાએ આવતા પાંચ વર્ષ માટે કોના હાથમાં સત્તા આપે છે. એ સાથે જ એ મુદ્દે પણ ચર્ચાનું બજાર ગરમ છે કે છેલ્લી 7 વિધાનસભા ચૂંટણીમાંથી 6 ચૂંટણીની જેમ આ વખતે પણ શું નવી દિલ્હીની બેઠક જીતનાર જ મુખ્યમંત્રી બનશે?

હકીકતમાં, મત ગણતરી પહેલા આવેલા એક્ઝિટ પોલમાં મોટાભાગના સર્વે દિલ્હીમાં ભાજપ સરકાર બનશે એવો ઈશારો કરે છે. બીજી તરફ, એક -બે સર્વેમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બનવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં દિલ્હી બેઠક ઉપર પણ જીતને મુદ્દે રહસ્ય યથાવત છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર અને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માને પણ જીતના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ, આ વખતે નવી દિલ્હી બેઠક ઉપરથી જો અરવિંદ કેજરીવાલ ચૂંટણી જીતે તો આમ આદમી પાર્ટીની સરકાર બનવાની સંભાવના ઓછી દેખાય છે, તો આ સ્થિતિમાં આ બેઠકના ઉમેદવાર બનવાની પ્રથા તૂટી શકે છે.

જો, ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્મા ચૂંટણી જીતે તો એ સ્થિતિમાં ભાજપની સરકાર બને છે તો પણ એ ના કહી શકાય કે ભાજપ પ્રવેશ વર્માને મુખ્યમંત્રી બનાવશે. જો અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી જીતી પણ જાય તો ય આમ આદમી પાર્ટી સરકાર આવે એ સ્થિતિમાં પણ કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બને એવી સંભાવના ઓછી છે, કારણકે દારૂ કૌભાંડ મુદ્દે ચાલુ રહેલા ઇડીના કેસને લીધે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી તરીકે કેજરીવાલને જામીન આપી એ વખતે કામકાજ કરવાઅને મુદ્દે શરતો પણ મૂકી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કેજરીવાલ સચિવાલય નહીં જઈ શકે અને ના સરકારી ફાઈલો જોઈ શકશે. ન કોઈ ફાઇલ ઉપર સહી કરી શકશે. આ કારણસર કેજરીવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને આતિષીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. મત ગણતરી પછી આ સમીકરણો જોતાં એમ કહી શકાય કે આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી બેઠક સિવાયની બેઠક ઉપરથી પણ આવી શકે છે.

નવી દિલ્હી બેઠક ઉપર કયારે કોણ જીત્યું હતું:

  • 1993: કીર્તિ આઝાદ, ભાજપા (ગોલ માર્કેટ વિધાનસભા બેઠક)
  • 1998: શીલા દીક્ષિત, કોંગ્રેસ (ગોલ માર્કેટ વિધાનસભા બેઠક)
  • 2003: શીલા દીક્ષિત, કોંગ્રેસ (ગોલ માર્કેટ વિધાનસભા બેઠક)
  • 2008: શીલા દીક્ષિત, કોંગ્રેસ (નવી દિલ્હી વિધાનસભા બેઠક)
  • 2013: અરવિંદ કેજરીવાલ, આપ (નવી દિલ્હી વિધાનસભા બેઠક)
  • 2015: અરવિંદ કેજરીવાલ, આપ (નવી દિલ્હી વિધાનસભા બેઠક)
  • 2020: અરવિંદ કેજરીવાલ, આપ (નવી દિલ્હી વિધાનસભા બેઠક)

છ વાર નવી દિલ્હી બેઠક ઉપરથી જીતનાર જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે: દિલ્હી વિધાનસભાની રચના બાદ પહેલી વાર 1993માં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપાના ઉમેદવાર તરીકે કીર્તિ આઝાદે ગોલ માર્કેટ બેઠક ઉપરથી જીત નોંધાવી હતી. એ વખતે નવી દિલ્હી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં નહોતી. પહેલા નવી દિલ્હીનું ક્ષેત્ર ગોળ માર્કે વિધાનસભ્યનો ભાગ હતો. પહેલી ચૂંટણીને બાદ કરતાં તમામ છ ચૂંટણીમાં દિલ્હી બેઠક ઉપરથી જીતનાર ઉમેદવાર જ મુખ્યમંત્રી બન્યા છે. 2008માં થયેલા સીમાંકન પછી નવી દિલ્હી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી. રસપ્રદ વાટ એ છે કે જએ પાર્ટીનો ઉમેદવાર ગોલ માર્કેટ વિધાનસભા બેઠક (2008 પહેલા) અથવા નવી દિલ્હી વિધાનસભા બેઠકથી જીત્યા, એ પાર્ટીની દિલ્હીમાં સરકાર બની. શીલા દીક્ષિતે આ બેઠકથી 1998, 2003 અને 2008 માં જીત નોંધાવી. 2013, 2015 અને 2020માં અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠકથી ચૂંટણી જીત્યા. ત્રણેય વાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની.

મુખ્યમંત્રીના ચહેરા પર રાજનીતિક વિશ્લેષકોનો મત જાણો

રાજકીય વિશ્લેષક જગદીશ મમગાંઇ જણાવે છે, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સીધી મુખ્યમંત્રીનો ચહેરો જાહર કરીને ચૂંટણી લડવાનો ભાજપનો રેકોર્ડ સારો નથી રહ્યો. વર્ષ 1993ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં મદનલાલ ખુરાનાઅ મોટા નેતા હતા એ વખતે પાર્ટી જીત હાંસલ કરીને દિલ્હીમાં સરકાર બનાવી હતી. પરંતુ તે પછી 1998થી હમણાં સુધી દિલ્હીમાં પાર્ટી મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર કર્યા છતાં, જીત હાંસલ કરી શકી નથી. વર્ષ 2003 ની વિધાનસભા ચૂંટણીમાં મારતી મદનલાલ ખુરાનાને સીએમ ચહેરો બનાવીને ચૂંટણી લડવા છતાં શીલા દીક્ષિત સતત બીજીવાર સરકાર બનાવવામાં સફળ રહયા.

એ પછી, વર્ષ 2008માં ભાજપાએ શીલા દીક્ષિતની સામે પોતાના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તે ભાજપાને જીત અપાવી શક્યા નહીં. આ અનુભવ પછી વર્ષ 2013 માં ભાજપાએ સીએમ ફેસ નક્કી ના કર્યો. જો કે, એ વખતે એવું માનવામાં આવતું હતું કે પાર્ટીને બહુમત મળે તો ડૉ. હર્ષવર્ધન મુખ્યમંત્રી તરીકે સરકારની કમાન સંભાળશે. પરંતુ એમાં સફળતા મળી નહીં. 2013ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી બહુમતના આંકડાથી દૂર રહી ગઈ. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપામાં સામેલ થયેલા કિરણ બેદીને કેજરીવાલની સામે મેદાનમાં ઉતારીને તેમણે સીએમ ઉમેદવાર જાહેર કરી દીધા. પરંતુ ભાજપાને ખરાબ હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ દિલ્હી ભાજપાએ સીએમ ચહેરો જાહેર કર્યા વગર વડાપ્રાધાન નરેન્દ્ર મોદીના નામે જ વોટ માંગ્યા હતા.

આ પણ વાંચો:

  1. લાઈવ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ : કેજરીવાલ લીડમાં આવ્યા, ભાજપના કૈલાશ ગેહલોત પણ આગળ
  2. લાઈવ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 : આજે ખુલશે દિલ્હીવાસીઓનો "જનાદેશ", જુઓ કોણે શું કહ્યું...

Last Updated : Feb 8, 2025, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.