thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 10:30 AM IST

Updated : Jun 24, 2024, 1:18 PM IST

ETV Bharat / Videos

18મી લોકસભાનું પ્રથમ સત્ર, જુઓ સંસદની કાર્યવાહી LIVE - first session of 18th lok sabha

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે શરૂ થઈ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંસદના નવા ચૂંટાયેલા સભ્યો સૌપ્રથમ સભ્યપદના શપથ લેશે. પ્રથમ સત્ર ખૂબ તોફાની રહેવાની ધારણા છે. વિપક્ષ 26 જૂને સ્પીકરની ચૂંટણી પર ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. NEET-UG અને UGC-NETમાં પેપર લીકના આરોપોથી લઈને પ્રોટેમ સ્પીકરની નિમણૂક સુધીનો વિવાદ કેન્દ્ર સ્થાને છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભર્તુહરિ મહતાબને લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ મહતાબ લોકસભાના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહના સભ્ય તરીકે શપથ લેવા માટે કહેશે. 26 જૂને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે. 18મી લોકસભાનું આ પહેલું સત્ર છે, જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 293 સીટો મેળવી હતી જ્યારે ઈન્ડિયા ગઠબંધને કોંગ્રેસ સાથે 234 બેઠકો જીતી હતી.:
Last Updated : Jun 24, 2024, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.