Union Budget 2025 : સંસદમાંથી નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ સ્પીચ લાઈવ... - UNION BUDGET 2025
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-02-2025/640-480-23449168-thumbnail-16x9-x-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 1, 2025, 11:11 AM IST
નવી દિલ્હી : આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરી રહ્યા છે. નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણનું સંસદમાં સતત આઠમું બજેટ છે અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA 3.0 સરકારમાં તેમનું બીજું બજેટ છે. દર વર્ષની જેમ આ વખતે પણ બજેટ સત્ર બે ભાગમાં યોજાશે. પ્રથમ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 13 ફેબ્રુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. જ્યારે દ્વિતીય સત્ર 10 માર્ચથી શરૂ થશે અને 4 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થશે. આ વખતે આર્થિક સર્વેક્ષણ 2024-25માં, FY 26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 6.3-6.8 ટકા અંદાજવામાં આવ્યો છે, જેમાં નિકાસ કરતાં સ્થાનિક વૃદ્ધિ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.