જુનાગઢ: આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે પરીક્ષાના સમય દરમિયાન વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્થિતિ ખૂબ જ સરળ રહે, તે માટે જુનાગઢમાં મોટીવેશનલ સ્પીકર જય વસાવડાનો એક સંવાદ રાખવામાં આવ્યો હતો. જેમાં જુનાગઢ શહેરમાં રહેતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ જય વસાવડાને સાંભળીને આગામી ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુક્ત મને અને સ્વસ્થ ચીત્તે આપવાનો ગુરુમંત્ર આપ્યો છે.
બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સલાહ: આગામી દિવસોમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. પરીક્ષાના આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ખૂબ જ ચિંતા અને આકુળ-વ્યાકુળ મને તેમના સંતાનોની પરીક્ષા કેવી રહેશે. તેને લઈને ખૂબ ચિંતિત બનતા હોય છે. આવી પરિસ્થિતિમાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ ની ચિંતા હળવી થાય. તે માટે જુનાગઢમાં મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ ઉપસ્થિત રહીને જય વસાવડા દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ. તેને ધ્યાનથી સાંભળીને પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓએ જય વસાવડાની ટીપ્સને શાંત ચીતે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
હળવા બનીને આપો પરીક્ષા: પરીક્ષાના આ દિવસો દરમિયાન મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પ્રત્યેક વિદ્યાર્થી અને તેના વાલીને ખૂબ જ સ્વાસ્થ્ય મન સાથે પરીક્ષા આપવાની વાત કરી હતી. બોર્ડની પરીક્ષાઓ એકદમ સરળ હોય છે. ભગવાનની પરીક્ષા ખૂબ આકરી હોય છે. આવી પરિસ્થિતિમાં સરળ પરીક્ષાને એકદમ શાંતિથી આપવી જોઈએ. બોર્ડની પરીક્ષામાં કોર્સ સમય વિકલ્પ પાર્સિંગનું ધોરણ પહેલેથી જ નક્કી હોય છે. જેથી આ પરીક્ષાને એકદમ સરળ માનવામાં આવે છે.
![મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-jnd-03-motivation-vis-01-byte-01-pkg-7200745_07022025211440_0702f_1738943080_186.jpg)
પરીક્ષા દરમિયાન અધ્યયન જરૂરી છે: શાંત ચિત્તે આપવામાં આવેલી પરીક્ષા સારું પરિણામ લાવી શકે છે. પરીક્ષાના દિવસો દરમિયાન ભયને ભગાડીને ભવિષ્યને જગાડવાની વાત પણ જય વસાવડાએ કરી છે. પરીક્ષા દરમિયાન ખોટા ઉજાગરા શારીરિક અને માનસિક તાણને વધારે છે. જેથી જરૂર પૂરતું અને યોગ્ય પ્રમાણમાં પરીક્ષાના દિવસો દરમિયાન અધ્યયન કરીને માનસિક અને શારીરિક રીતે આરામ મેળવવો જોઈએ. મહત્વના વિષયો કોઈપણ પ્રકારના ઉજાગરા કર્યા, વગર લખીને તૈયાર કરવાથી ખૂબ ઓછી મહેનતે પરીક્ષાનું ખુબ સરસ પરિણામ આવી શકે છે.
આ પણ વાંચો: