Live: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન, મુખ્યંમંત્રી રહ્યા હાજર - THE 15TH KANKARIA CARNIVAL 2024
🎬 Watch Now: Feature Video
Published : Dec 25, 2024, 7:22 PM IST
|Updated : Dec 25, 2024, 10:37 PM IST
અમદાવાદ: ઉત્સવપ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008 થી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકસિત થયેલા કાંકરિયા તળાવ ખાતે નગરજનો માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ વિસ્તારમાં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન સાતેય દિવસ વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત થીમ બેઝ કાર્નિવલ, પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ, હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોનુ આયોજન કરવામાં આવ્યું છે.
Last Updated : Dec 25, 2024, 10:37 PM IST