મુંબઈના આઝાદ મેદાનમાં ફડણવીસનો શપથ ગ્રહણ સમારોહ LIVE, સતત ત્રીજી વખત મહારાષ્ટ્રના CM પદે શપથ - CM DEVEBDRA FADNAVIS OATH CEREMONY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2024, 5:17 PM IST

Updated : Dec 5, 2024, 5:54 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે, ત્યારે એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન તરીકે જવાબદારી સંભાળશે. ફડણવીસ રાજ્યના 21મા મુખ્યમંત્રી હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના વિશાળ આઝાદ મેદાનમાં આયોજિત સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. ભાજપના નેતા પ્રસાદ લાડના જણાવ્યા અનુસાર, દેવેન્દ્ર ફડણવીસના ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 42 હજાર લોકો હાજરી આપી રહ્યાં છે.આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત 9 થી 10 કેન્દ્રીય મંત્રીઓ અને 19 મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ ખાસ મહેમાન બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં 40 હજાર ભાજપ સમર્થકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ ધર્મના નેતાઓ સહિત 2 હજાર વીવીઆઈપી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
Last Updated : Dec 5, 2024, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.