અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' LIVE - BAPS KARYAKAR SUVARNA MAHOTSAV 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-12-2024/640-480-23064472-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Dec 7, 2024, 5:43 PM IST
|Updated : Dec 7, 2024, 9:22 PM IST
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (7 ડિસેમ્બર, 2024) BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ન ભૂતો ન ભવિષ્યતિ કહેવાય એવો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ' યોજાઈ રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યાં છે. વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે. આ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લઈ રહ્યાં છે. આ માટે અંદાજીત એક લાખથી વધુ હરિભક્તો ઉમટ્યા હોવાનો અંદાજ છે, કાર્યક્રમને લઈને અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્યક્રમને લઈનો હરિભક્તોમાં ખુબદ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Last Updated : Dec 7, 2024, 9:22 PM IST